બિહાર ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ, હવે રાજ્યમાં નવી સરકારની રચનાનો સમય આવી ગયો છે. નીતિશ કુમાર આજે 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેવા જઇ રહ્યા છે. નીતિશ કેબિનેટમાં ભાજપના ક્વોટામાંથી બે ડેપ્યુટી સીએમ હશે.
નીતિશ કુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
બિહાર ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ, હવે રાજ્યમાં નવી સરકારની રચનાનો સમય આવી ગયો છે. નીતિશ કુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.નીતિશ કુમારની સરકારમાં ભાજપના ક્વોટામાંથી બે નાયબ મુખ્યમંત્રી હશે. નીતિશ કુમાર સરકારમાં સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા ફરીથી નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.નીતિશ કુમાર મંત્રીમંડળમાં કયા પક્ષના ક્વોટામાંથી કયા નેતાઓ મંત્રી તરીકે શપથ લેશે તેનો નિર્ણય પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે. નીતિશ કુમારના મંત્રીમંડળની એક કામચલાઉ યાદી પણ જાહેર કરવામાં આવી છે.
પીએમ મોદી સહિત અનેક રાજ્યોના સીએમ બનશે સાક્ષી
બિહાર ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીત બાદ નીતિશ કુમારની આગેવાનીમાં આજે નવી સરકારની રચના થવા જઇ રહી છે. પટનાના ગાંધી મેદાનમાં નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. નીતિશ કુમાર સરકારનો શપથ ગ્રહણ સમારોહ પટનાના ગાંધી મેદાનમાં આયોજીત કરવામાં આવ્યો છે.
નીતિશ કુમારના શપથગ્રહણમાં ઘણા ખાસ મહેમાનો હાજર રહેશે. પીએમ મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રિય મંત્રી ચિરાગ પાસવાન, કેન્દ્રિય મંત્રી જીતન રામ માંઝી અને રાષ્ટ્રીય લોક મોર્ચાના સાંસદ ઉપેન્દ્ર કુશવાહા સામેલ રહેશે.તે ઉપરાંત અનેક રાજ્યોના મુખ્ય પ્રધાન અને ઉપ મુખ્ય પ્રધાન પણ હાજર રહેશે. તેમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજસ્થાનના ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના મોહન યાદવ, આસામના હિમંત બિસ્વા સરમા, છત્તીસગઢના વિશ્નુ દેવ સાઇ, દિલ્હીના રેખા ગુપ્તા, હરિયાણાના નાયબ સિંહ સૈની, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ, આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુ નાયડુ સહિત અનેક દિગ્ગજો હાજર રહેશે.