કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ દિવસના બિહાર પ્રવાસે છે. શુક્રવારે તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમારના ઘરે મુલાકાત કરી હતી. આ મુલાકાત ત્યારે થઇ રહી છે જ્યારે એનડીએમાં સીટોની વહેંચણી પહેલેથી જ થઇ ગઇ છે. બીજેપી અને જેડીયુ 101-101 સીટ પર ચૂંટણી લડી રહ્યા છે. 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સાંજ સુધીમાં એનડીએ પોતાના પ્રચારની રૂપરેખા નક્કી કરી લેશે. ગઠબંધનની યોજના રાજ્યભરમાં મોટા નેતાઓની સંયુક્ત રેલી આયોજિત કરવાની છે. જેથી એનડીએના સંદેશાને મજબૂતથી જનતા સુધી પહોંચાડી શકાય.

18 મિનિટ થઇ મુલાકાત 

બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે સીએમ નીતિશ કુમાર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત કરી. લગભગ 18 મિનિટ સુધી બંને દિગ્ગજો વચ્ચે મુલાકાત ચાલી.ત્યારબાદ તેઓ છપરાના તરૈયા ખાતે જનસભા સંબોધન કરવા માટે નીકળી ગયા.

NDA આ વખતે બિહારમાં ઐતિહાસિક જીત મેળવશે.-અમિત શાહ


પટનામાં ગૃહમંત્રી અમિત શાહે જનસભા દરમિયાન જાહેરાત કરી કે NDA આ વખતે બિહારમાં ઐતિહાસિક જીત મેળવશે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે લાલુ યાદવ જ્યાં પણ સત્તામાં હતા ત્યાં તેમણે વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો. પછી ભલે તે કેન્દ્રમાં હોય કે રાજ્યમાં. બિહારના લોકો 21મી સદીમાં લાલુ યાદવનું "જંગલ રાજ" ક્યારેય પાછું નહીં લાવે. લાલુ યાદવને રસ્તા, પુલ, પાણી કે આવાસ વિશે ચર્ચા કરવી યોગ્ય નથી. તેમણે ફક્ત તેમના "જંગલ રાજ", અપહરણ, ખંડણી અને ખંડણી વિશે ચર્ચા કરવી જોઈએ. 


NDAમાં બધું બરાબર છે 

એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ગૃહમંત્રી અમિત શાહ એનડીએમાં કેટલીક બેઠકો કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની પાર્ટીને ફાળવવામાં આવતા નારાજ હતા. ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી ગૃહમાં ભાજપ અને જેડીયુના વરિષ્ઠ નેતાઓની અલગ-અલગ બેઠકો બોલાવી. આ બેઠક પછી જ ભાજપ અને જેડીયુએ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા. તે સમયે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે ગૃહમંત્રી અમિત શાહ પટના પહોંચ્યા બાદ તેમની સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ આજે મળ્યા હતા.


બેઠકમાં શું કરવામાં આવી ચર્ચા ? 

બેઠક દરમિયાન ગૃહમંત્રીએ બિહાર ચૂંટણીની તૈયારીઓ અને પ્રચાર સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી .ભાજપના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે આ બેઠક આગામી ચૂંટણીઓ વિશે હતી. એનડીએમાં બધું બરાબર છે. બધા એક થયા છે. અમને લોકોનો આશીર્વાદ મળ્યો છે તેમણે કહ્યું.


  • Follow us on: