બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સીતામઢીના બેલસંડમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી. તેમણે પોતાના ભાષણમાં બિહારના વિકાસ, એનડીએ સરકારની ઉપલબ્ધિઓ અને વિપક્ષ પર આકરાં પ્રહારો કર્યા. અમિત શાહે જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે જંગલરાજ ઇતિહાસ બની ચૂક્યુ છે અને રાજ્યા આજે ઇન્ફ્રાસ્ટ્રક્ટર તેમજ ઇનોવેશન દ્વારા વિકાસના નવો કીર્તિમાન સ્થાપિત કરી રહ્યા છીએ. તેમણે દાવો કર્યો થે કે 14 નવેમ્બરે રાહુલ-લાલુની પાર્ટીઓના સૂપડાં સાફ થઇ જશે અને NDAની સરકાર બનશે. તેમણે વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યુ કે,કોઇના દાદામાં હિંમત નથી કે જે મહિલાઓને મળવા વાળા રૂપિયા રોકી શકે..


બિહારના લોકોને કર્યો વાયદો

અમિતશાહે આ દરમિયા સીતામઢી માટે એક મોટો અને ભાવનાત્મક વાયદો પણ કર્યો છે.તેમણે એમ પણ કહ્યુ કે જે દિવસે સીતામઢીમાં માતા સીતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે, એજ દિવસે સીતામઢીથી અયોધ્યા વચ્ચે વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે. જે પણ અયોધ્યા આપશે, તે સીતામઢી પણ આવશે. જેનાથી બિહારના પર્યટનને મોટો લાભ થશે.

રાહુલ ગાંધીએ મોદીજીની સાથે સાથે છઠ્ઠી મૈયાનુ અપમાન કર્યુ

વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર નિશાન સાધતા અમિતા શાહે કહ્યુ કે મહાગઠબંધનમાં ન નેતા છે, ન નીતિ છે, ખ્યાલ જ નથી આવતો કે કોણ કઇ સીટ પરથી ચૂંટણી લડી રહ્યો છે. તેમણે તેની તુલના એનડીએથી કરતા કહ્યુ કે એનડીએની પાંચ પાર્ટી પાંડવની જેમ એકજૂટ થઇને બિહારની દરેક 243 સીટ પર ચૂંટણી લડી રહી છે. અમિતશાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર સીધો હુમલો બોલતા કહ્યુ કે, તેમણે છઠ્ઠી મૈયાનુ અપમાન કર્યુ છે.રાહુલ બાબાએ છઠ્ઠી મૈયાનુ અપમાન કર્યુ છે. આ વખતે તમે મોદીજીની સાથે સાથે છઠ્ઠી મૈયાનુ પણ અપમાન કર્યુ છે. સીતામઢી વાળા આને યાદ રાખજો...જ્યારે જ્યારે વિપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ અપમાન કર્યુ છે, તેમને હારનો સામનો કરવો પડ્યો જ છે. આવું 14 નવેમ્બરે પણ થશે. રાહુલ-લાલુની પાર્ટીઓના સૂપડાં સાફ થઇ જશે અને બિહારમાં ફરીથી એનડીએની સરકાર બનશે.

  • Follow us on: