બિહાર વિધાનસભા ચૂંટણી ના અંતિમ ચરણમાં રાજકીય પક્ષો પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે. પહેલા ચરણમાં 121 વિધાનસભા સીટોનો પ્રચાર 4 નવેમ્બરની સાંજે પાંચ વાગ્યે થમી જશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બિહારના દરભંગામાં ચૂંટણી જનસભાને સંબોધિત કરી હતી અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
અપ્પૂ, પપ્પૂ ,ટપ્પૂની જોડી છે મહાગઠબંધન
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે બિહારના દરભંગામાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ હતુ. યોગી આદિત્યાનાથે કહ્યુ કે રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે, ભારત વિરુદ્ધ બોલે છે, તેમણે આરજેડી અને કોંગ્રેસને રામ વિરોધી બતાવતા કહ્યુ કે જે રામનો વિરોધી છે તે અમારો પણ વિરોધી છે. મિથિલામાં માતા જાનકી વિરાજમાન થશે.યોગી આદિત્યનાથે કહ્યુ કે જે માતા જાનકીનો વિરોધી છે, તે અમારો વિરોધી છે. અપ્પૂ,પપ્પૂ ,ટપ્પૂની જોડી છે મહાગઠબંધન, આ ગઠબંધન ત્રણ વાંદરાઓની જોડી છે.













