બિહારમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ તથા બિહારના દિગ્ગજો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી પણ બિહારના સારણ પહોંચ્યા હતા. અહીં તેમણે એક જનસભા સંબોધી હતી. તેણે સંબોધન કરતા કહ્યું કે બિહારના રાષ્ટ્રીય માર્ગો એટલે કે નેશનલ હાઇવેને વર્લ્ડ સ્ટાન્ડર્ડ બનાવી દઇશું. તેમણે એમ પણ કહ્યું કે બિહારના રોડ રસ્તા અમેરિકા જેવા બનાવી દઇશું.

અમેરિકા જેવા બનાવી દઇશ રસ્તા- નીતિન ગડકરી


3 નવેમ્બરના રોજ એક રેલીમાં તેમણે કહ્યું કે એ દિવસ દૂર નથી જ્યારે હું બિહારના રસ્તાઓને અમેરિકા જેવા બનાવીશ. આ મારું વચન છે. હું એકથી એક ચઢિયાતા  પુલ બનાવીશ. કોઈ મુશ્કેલી નથી. કંઈ પણ કરી શકાય છે. હું તમારા પર કોઈ ઉપકાર નથી કરી રહ્યો. આ તમારા પૈસા છે. તમે માલિક છો અને અમે સેવક છીએ. અમે તમારી સેવા પ્રામાણિકપણે કરીએ છીએ. તેથી જ તમે અમને ચૂંટ્યા છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરીએ વધુમાં કહ્યું કે જે કંઈ થયું છે, તેનો શ્રેય મને જાય છે? નીતિશ કુમાર? મોદીજી? ના. જો કોઈ શ્રેયને પાત્ર હોય, તો તે જનતા છે. જો તમે જનાર્દન સિંહને જીતાડ્યા ન હોત તો NDA જીત્યું હોત, અને મોદીજી વડા પ્રધાન ન બન્યા હોત, તો હું મંત્રી ન બન્યો હોત. તમે આ બનાવ્યું છે. હું તમારા કારણે આ બન્યો છું. તેથી, હું તમને ખાતરી આપવા માંગુ છું કે બિહારને સુખી, સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવામાં આવશે.


જનતાના આશીર્વાદ NDA સાથે- નીતિન ગડકરી 


ગડકરીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે તેમણે આજે બિહારના માંઝી વિધાનસભા મતવિસ્તારના NDA ઉમેદવાર શ્રી રણધીર સિંહના સમર્થનમાં એક જાહેર સભાને સંબોધિત કરી. ગંગા અને ઘાઘરા નદીઓના સંગમ પર સ્થિત, માંઝી પ્રદેશનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ પર આધારિત છે. NDA હંમેશા ખેડૂતો અને પશુપાલકોના વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યું છે. PM કિસાન સન્માન નિધિ યોજના પણ બિહારના ખેડૂતોની આર્થિક સ્થિતિમાં પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. માંઝી વિધાનસભા મતવિસ્તારના લોકોના આશીર્વાદ NDA સાથે છે. મને વિશ્વાસ છે કે અહીંના લોકો બિહારની વિકાસ યાત્રામાં ભાગ લેશે અને વિકસિત બિહાર માટે NDAની પ્રતિબદ્ધતામાં ફાળો આપશે.
  • Follow us on: