બિહાર વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખગડિયામાં ચૂંટણી પ્રચાર અર્થે જનસભા સંબોધી. છઠ તહેવાર નિમિત્તે ખગરિયામાં NDA ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના વિકાસ અને સુરક્ષા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે બિહાર ક્યારેય જંગલ રાજનો શિકાર નહીં બને અને બહેન દીકરીઓ સુરક્ષિત રહેશે.
તો જંગલરાજ પાછુ આવશે- અમિત શાહ
અમિત શાહે કહ્યું કે છઠ મૈયાને મારી પ્રાર્થના છે. હું વિચારી રહ્યો હતો કે છઠ તહેવાર દરમિયાન કોણ આવશે, પરંતુ આખો પંડાલ ભરેલો છે. અમિત શાહે સ્પષ્ટતા કરી કે આ ચૂંટણી ધારાસભ્યો કે મુખ્યમંત્રીઓને ચૂંટવા વિશે નથી પરંતુ બિહારમાં વિકાસની દિશા વિશે છે. તેમણે કહ્યું કે જો લાલુ-રાબડીની સરકાર સત્તામાં આવશે તો જંગલ રાજ પાછું આવશે. જો NDA સરકાર સત્તામાં આવશે તો વિકસિત બિહાર સમગ્ર ભારતમાં પ્રખ્યાત થશે.













