બિહાર વિધાનસભા ચૂંટણી માટે નામાંકન પૂર્ણ થયા પછી, પ્રચાર શરૂ થઈ ગયો છે. આરજેડી, જેડીયુ અને ભાજપ જેવા પક્ષો મતદારોને આકર્ષવામાં વ્યસ્ત છે. આજે, પીએમ મોદી અને અમિત શાહ બે-બે રેલીઓ કરશે. જેપી નડ્ડા પણ બિહારની મુલાકાતે છે ત્યારે પીએમ મોદીએ કર્પૂરી ઠાકુરની ભૂમિથી પોતાનો પ્રચાર શરૂ કરી છે. પીએમ મોદીએ સમસ્તીપુરથી જાહેર સભા સંબોધી. તેમણે કહ્યું કે બિહારમાં ત્રણ ઘણો વિકાસ થઇ રહ્યો છે. વધારે લોકો રોકાણ કરવા માટે બિહાર આવવા માગે છે.
પીએમ મોદીએ વિપક્ષ પર સાધ્યુ નિશાન
નીતિશએ બિહારને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યુ છે. પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે બિહારને હવે લાલટેન નથી જોઇતુ. લાલટેન કે તેના સાથી નથી જોઇતા. કોંગ્રેસ અને આરજેડી બિહારમા ં વિકાસ નથી ઇચ્છતા. તેમણે ઉમેર્યુ કે લાઇટો એટલી બધી છે કે લાલટેનની શું જરૂર..આરજેડીએ બિહારના લોકો સાથે બદલો લીધો છે. લઠબંધનથી જનતાએ સતર્ક રહેવાનું છે. લઠબંધન વાળા જુના દિવસો પરત લાવવા માગે છે. વિપક્ષને માત્ર પરિવારની જ ચિંતા છે. જંગલરાજ સરકારમાં ખેડૂતોના પૈસાની ચોરી થઇ.
નીતિશ કુમારના નેતૃત્વમાં જીતના રેકોર્ડ તૂટશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, "આ વખતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં, NDA તેના અગાઉના તમામ વિજયના રેકોર્ડ તોડી નાખશે. બિહાર NDAને તેનો અત્યાર સુધીનો સૌથી મોટો જનાદેશ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે બધા GST બચત ઉત્સવ'નો લાભ મેળવી રહ્યા છો અને આવતીકાલથી છઠ પૂજાનો ભવ્ય ઉત્સવ શરૂ થશે. હું અહીં મોટી સંખ્યામાં આવવા બદલ આપ સૌનો આભાર માનું છું...'નયી રફ્તાર સે ચલેગા બિહાર જબ ફિર આયેગી NDA સરકાર તેમ જણાવ્યું.
જામીન પર બહાર ફરે છે- પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદી કહ્યું કે જનતાના નેતા કર્પૂરી ઠાકુરથી પ્રેરિત થઈને આપણે સુશાસનને સમૃદ્ધિમાં પરિવર્તિત કરી રહ્યા છીએ. પરંતુ બીજી બાજુ તમે મારા કરતાં વધુ સારી રીતે જાણો છો કે આરજેડી અને કોંગ્રેસ શું કહી રહ્યા છે અને કરી રહ્યા છે... આ લોકો હજારો કરોડના કૌભાંડોમાં જામીન પર છે. જે લોકો જામીન પર છે તેઓ ચોરીના કેસમાં જામીન પર છે. હવે તેમની ચોરી કરવાની આદત એવી છે કે તેઓ કર્પૂરી ઠાકુરનું બિરુદ ચોરી કરવામાં વ્યસ્ત છે. બિહારના લોકો લોકોના નેતા કર્પૂરી ઠાકુરનું આ અપમાન ક્યારેય સહન કરશે નહીં.