બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામની મતગણતરી શરૂ થઇ ચૂકી છે પરંતુ બીજી તરફ દિલ્હી સ્થિતિ BJP મુખ્યાલયમાં એક અલગ જ ઉત્સાહથી ભરેલો માહોલ જોવા મળી રહ્યા છે. કડક ચૂંટણી મુકાબલો અને પરિણામની ગરમાગરમી વચ્ચે મુખ્યાલયમાં બિહારના પારંપારિક વ્યંજનોની ખૂશ્બુ ફેલાયેલી જોવા મળી રહી છે. અહિંયા કાર્યકર્તાઓ અને નેતાઓ માટે ગરમા ગરમ સત્તૂ પરાઠા અને જલેબી બનાવવામાં આવી રહી છે.

અલગ અલગ જગ્યાઓ પર ઉજવણીનો માહોલ

બિહારની 243 વિધાનસભા સીટ માટે બે ચરણમાં વોટિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હવે શુક્રવાર એટલે કે આજે સવારથી જ મતગણતરી શરૂ કરવામાં આવી છે. પારદર્શિતાને સુનિશ્ચિત કરવા માટે વ્યાપક વ્યવસ્થા અને કડક પ્રોટોકોલની સાથે ભારત ચૂંટણી પંચે આખા રાજ્યમાં સૂચારૂ અને વિશ્વસનીય મતગણતરી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે તૈયાર છે.


મળતી માહિતી અનુસાર 243 રિટર્નિગ ઓફિસર, 243 મતગણતરી નિરીક્ષકોની મદદથી, ચૂંટણી લડી રહેલા ઉમેદવાર અને તેમના અધિકૃત એજન્ટોની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયાની નજર રાખવામાં આવી રહી છે. બહુમત માટે કોઇ પણ પાર્ટી કે ગઠબંધને 122નો આંકડો પ્રાપ્ત કરવો જરૂરી છે. એનડીએ અને મહાગઠબંધન બંને પોત પોતાની જીતનો દાવો કર્યો છે. રેકોર્ડ વોટિંગને લઇને પણ બંને દળોના દાવાઓ પણ અલગ છે. જ્યાં એનડીએ આને સુશાસનના સમર્થનમાં જનાદેશ બતાવી રહી છે તો બીજી તરફ વિપક્ષ આને પરિવર્તનની જનતાની ઇચ્છાનો સંકેત માની રહ્યુ છે. 

  • Follow us on: