બિહારમાં આજે નવી વિધાનસભાનુ એલાન થશે. નક્કી થશે કે આગલા 5 વર્ષ માટે સત્તા એનડીએ પાસે રહેશે કે જનતાએ બદલાવ માટે મતદાન કર્યુ છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં બે ચરણમાં બિહારની જનતાએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો છે. Bihar Assembly election resultમાં તેજસ્વી યાદવ, નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી, વિજય સિન્હા સહિત અનેક દિગ્ગજોના નસીબનો નિર્ણય આજે થશે.

બિહારની જનતા સહિત ચૂંટણી પંચ માટે પણ આજનો દિવસ ખાસ

બિહારની ચૂંટણી જીતવી બિહારની જનતા માટે ખૂબ જ ખાસ છે, એટલુ જ ચૂંટણી પંચ માટે પણ. બિહારમાં ચૂંટણી આયોગે વોટર લિસ્ટનું રિવીઝન કરાવશે. બિહાર સહિત આખા દેશમાં વિપક્ષે પણ આનો વિરોધ કર્યો છે. રાજનીતિક પાર્ટીઓ પણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઇ પરંતુ ચૂંટણી પંચ પોતાનો પગ પાછો ન ખેંચ્યો, પરંતુ આયોગે આખા દેશમાં SIR લાગુ કરાવવાનું એલાન કર્યુ. 

મતગણતરી પહેલા સુરક્ષા વ્યવસ્થા કડક

જોકે બિહારમાં વોટર લિસ્ટમાં લાખો અવૈધ વોટરોના નામ હટવાથી ઘણી બબાલ થઇ હતી. આ બધા છતાં, ચૂંટણી પંચે તૈયારીઓ ચાલુ રાખી. બિહારમાં 243 બેઠકો માટે ચૂંટણી 6 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં અને 11 નવેમ્બરના રોજ બીજા તબક્કામાં યોજાઈ હતી. આજે, બિહારમાં ચૂંટણી પરિણામોની સાથે, ચૂંટણી પંચની મહેનત પણ ફળશે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં શુક્રવારે થનારી મતગણના માટે રાજ્યના 38 જિલ્લાના 46 કેન્દ્રો પર સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવે છે. મતગણનાને લઇને પટનામાં સ્કૂલો પણ બંધ રાખવામાં આવી છે.






  • Follow us on: