બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સેલિબ્રિટી ઉમેદવારો અને ભોજપુરી સિનેમાના મોટા ચહેરા માટે એક ઝટકો વાગ્યો છે. માત્રને માત્ર ગાયિકા મૈથિલી ઠાકુરને જ જીત મળી છે. તેઓ બીજેપીની ટિકિટ પર અલીનગરથી ચૂંટણી લડી હતી. મૈથિલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 11730 મતોના અંતરથીજીત મેળવી છે. બિહારના અન્ય ઉમેદવારોમાં અભિનેતા- ગાયક ખેસારી લાલ યાદવ પણ ચૂંટણી હારી ગયા. ખેસારી લાલ યાદવે છપરાથી ચૂંટણી લડી હતી.
રિતેશ પાંડે પણ હાર્યા
ગાયક રિતેશ પાંડે ચૂંટણી હારી ગયા. તેમણે કરગહર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી. પવન સિંહના પત્ની જ્યોતિ સિંહ પણ ચૂંટણી હારી ગયા. તેમણે કરકટ બેઠક પરથી ચૂંટણી લડી. બધા પોતપોતાના મતવિસ્તારમાં હારી ગયા, તેમની ગાયકી લોકપ્રિયતાને મતોમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ ગયા.
કોને કેટલા મત મળ્યા?
ભારતીય ચૂંટણી પંચ અનુસાર 25 રાઉન્ડની ગણતરી પછી મૈથિલી ઠાકુરને કુલ 84,915 મત મળ્યા. મૈથિલીએ RJDના વિનોદ મિશ્રાને હરાવ્યા, જેમને 73,185 મત મળ્યા. આ બેઠક 2010 અને 2015માં અબ્દુલ બારી સિદ્દીકી (RJD) એ જીતી હતી. 2020માં મિશ્રી લાલ યાદવ (VIP) એ બેઠક જીતી હતી.
ચૂંટણી પંચ અનુસાર, RJDના શત્રુઘ્ન યાદવ, જેને ખેસારી યાદવ તરીકે પણ ઓળખવામાં આવે છે. 30 રાઉન્ડની ગણતરી પછી 79,245 મતો સાથે છાપરા બેઠક હારી ગયા. ભાજપના છોટી કુમારીને 86,845 મત મળ્યા, જ્યારે અપક્ષ ઉમેદવાર રાખી ગુપ્તા 11488 સાથે ઘણા પાછળ રહ્યા.
બિહારમાં શું આવ્યું ચૂંટણી પરિણામ?
આ વિધાનસભા ચૂંટણીમાં મોટો અપસેટ જોવા મળ્યો. ભાજપે કુલ 89 બેઠકો જીતી. જેડીયુએ 85 બેઠકો પર પ્રભુત્વ મેળવ્યું. આરજેડી ફક્ત 25 બેઠકો પર સમેટાઈ ગયું. લોક જન શક્તિ પાર્ટીએ 19 બેઠકો જીતી. કોંગ્રેસે ફક્ત 6 બેઠકો જીતી. આ ચૂંટણીમાં AIMIM એ સારું પ્રદર્શન કર્યું, 5 બેઠકો જીતી. હિન્દુસ્તાન અવમ પાર્ટીએ પણ 5 બેઠકો જીતી.