બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર રવિવારે સાંજે સમાપ્ત થઈ ગયો. આ તબક્કામાં 243 બેઠકોમાંથી બાકીની 122 બેઠકો માટે મતદાન મંગળવારે (11 નવેમ્બર) ના રોજ થશે. જ્યારે મતગણતરી શુક્રવારે એટલે કે 14 નવેમ્બરના રોજ થશે.

2600 ઉમેદવારોનું સોગંધનામાનું વિશ્વેષણ

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ 2,616 ઉમેદવારોમાંથી 2,600 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. આ વિશ્લેષણ મુજબ કુલ ઉમેદવારોમાંથી 431 રાષ્ટ્રીય પક્ષોના, 351 રાજ્ય પક્ષોના, 908 નોંધાયેલા પરંતુ અસ્વીકૃત પક્ષોના અને 926 સ્વતંત્ર ઉમેદવારોના છે.

કેટલા ઉમેદવારો સામે છે ફોજદારી કેસ? 

વિશ્લેષણમાં જાણવા મળ્યું કે 838 ઉમેદવારો (32 ટકા) એ પોતાની સામે ફોજદારી કેસ હોવાનું જણાવ્યું છે. તેની તુલનામાં 2020 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં 3,722 ઉમેદવારોમાંથી 1,201 ઉમેદવારોએ સામે ફોજદારી કેસ નોંધાયેલા હતા.


243 બેઠકોમાંથી 164 બેઠકો રેડ ઝોનમાં

243 બેઠકોમાંથી 164 (67 ટકા) "રેડ એલર્ટ" તરીકે ચિહ્નિત થયેલ છે, જેનો અર્થ એ થાય કે તે સીટ પર ત્રણ કે તેથી વધુ ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. વર્ષ 2020 માં આ સંખ્યા 217 એટલે કે 79 ટકા હતી. નાણાકીય રીતે 2600 ઉમેદવારોમાંથી 1081 (42 ટકા) કરોડપતિ છે. 2020માં 3722 ઉમેદવારોમાંથી 1231 (33 ટકા) કરોડપતિ હતા. મહિલા ઉમેદવારોની સંખ્યા પણ પાછલી ચૂંટણી જેવી જ છે. આ વખતે 254 (10 ટકા) મહિલાઓ ચૂંટણી લડી રહી છે, જે 2020 માં 370 (10 ટકા) હતી.

ક્યા ઉમેદવાર કરોડપતિ ? 


નાણાકીય રીતે, 2,600 ઉમેદવારોમાંથી 1,081 (42 ટકા) કરોડપતિ છે. 2020 માં, 3,722 ઉમેદવારોમાંથી 1,231 (33 ટકા) કરોડપતિ હતા.
મહિલા ઉમેદવારોની સંખ્યા પણ પાછલી ચૂંટણી જેટલી જ છે. આ વખતે, 254 (10 ટકા) મહિલાઓ ચૂંટણી લડી રહી છે, જે 2020 માં 371 (10 ટકા) હતી.
  • Follow us on: