બિહારમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને પૂરની ગંભીર પરિસ્થિતિને કારણે નદીઓ બેકાબૂ બની છે, જેની સીધી અને માઠી અસર રેલ ટ્રાફિક પર જોવા મળી રહી છે. પટના-ગયા સેક્શન પર પુનપુન અને પારસા બજાર વચ્ચે આવેલા રેલ બ્રિજ નંબર 21 પર પાણીનું સ્તર ભયજનક સપાટીને વટાવી ગયું છે. મુસાફરોની સલામતીને સર્વોપરી રાખીને ભારતીય રેલવે અને પૂર્વ મધ્ય રેલ્વે (ECR) દ્વારા તાત્કાલિક ધોરણે ડાઉન લાઇન પર ટ્રેન સંચાલન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ આપત્તિજનક સ્થિતિના કારણે રેલવે તંત્ર દ્વારા 10 જેટલી મેમુ (MEMU) ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે, જ્યારે લાંબા અંતરની મહત્વપૂર્ણ એક્સપ્રેસ ટ્રેનોના રૂટ બદલવાની ફરજ પડી છે. રેલવે એન્જિનિયરિંગ વિભાગની ખાસ ટીમ સતત 24 કલાક પાણીના સ્તર અને પુલની સ્થિતિ પર નજર રાખી રહી છે.
રદ્દ કરાયેલી 10 મેમુ ટ્રેનોની યાદી (7 સપ્ટેમ્બર)
સલામતીના કારણોસર રદ કરવામાં આવેલી લોકલ મેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
63242 - ગયા - પટના મેમુ
63244 - ગયા - પટના મેમુ
63245 - પટના - ગયા મેમુ
63247 - પટના - ગયા મેમુ
63248 - ગયા - પટના મેમુ
63251 - પટના - ગયા મેમુ
63256 - ગયા - પટના મેમુ
63274 - પટના - રાજગીર મેમુ
63250 - ગયા - પટના મેમુ
63253 - પટના - ગયા મેમુ
ડાયવર્ટ કરવામાં આવેલી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનો
પાટા પર પાણી ભરાઈ જવાના કારણે નીચે મુજબની મોટી ટ્રેનોને વૈકલ્પિક માર્ગો દ્વારા ચલાવવામાં આવી રહી છે:
ટ્રેન નં. ૧૮૬૨૫ (પૂર્ણિયા કોર્ટ - હાટિયા એક્સપ્રેસ): BKPL-RGD-TIA-PMI-BNF અને PNBE-GAYA-KQR થઈને દોડશે.
ટ્રેન નં. ૧૮૬૨૬ (હાટિયા - પૂર્ણિયા કોર્ટ એક્સપ્રેસ): BNF–PMI–TIA–RGD–BKPL અને KQR–GAYA–PNBE રૂટ પર ડાયવર્ટ કરાઈ છે.
ટ્રેન નં. ૧૩૩૨૯ (ધનબાદ - પટના એક્સપ્રેસ): BNF–PMI–TIA–IPR–FUT–PNBE રૂટથી દોડશે.
ટ્રેન નં. ૧૩૩૩૦ (પટના - ધનબાદ એક્સપ્રેસ): PNBE–FUT–IPR–TIA–PMI–BNF માર્ગે ચાલશે.
ટ્રેન નં. ૧૫૧૩૭ (રાજગીર - બનારસ એક્સપ્રેસ): PNBE–ARA–BXR–DDU રૂટ દ્વારા ગંતવ્ય સ્થાને પહોંચશે.
ટ્રેન નં. ૧૫૧૩૮ (બનારસ - રાજગીર એક્સપ્રેસ): DDU–BXR–ARA–PNBE રૂટ દ્વારા ડાયવર્ટ કરાઈ છે.
મુસાફરો માટે ખાસ સૂચના
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે ઘરેથી સ્ટેશન તરફ નીકળતા પહેલા પોતાની ટ્રેનનું લાઈવ સ્ટેટસ અને ચોક્કસ રૂટ ચોક્કસ તપાસી લેવો. મુસાફરો નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) એપ અથવા વેબસાઇટની મદદ લઈ શકે છે અથવા રેલવે હેલ્પલાઇન નંબર ૧૩૯ પર ફોન કરીને માહિતી મેળવી શકે છે.
આ પણ વાંચોઃ Smart TV વધુ વીજળી ખાય છે? ફટાફટ બદલી નાખો આ 5 સેટિંગ્સ, નહીં આવે બિલ!