બિહારના મોકામાના ધારાસભ્ય અનંત સિંહ જેઓ તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે જાણીતા છે. તેમની પુત્રી શિવાંગીના લગ્ન પ્રસંગોની ધામધૂમથી શરૂઆત થઈ ગઈ છે, જેમાં સૌપ્રથમ 'તિલક' વિધિ યોજાઈ હતી. આ પ્રસંગ પહેલાં ઘણા દિવસોથી શિવાંગી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. હવે લગ્ન વિધિઓની તસવીરો સામે આવી છે, જેમાં શિવાંગી મસ્ટર્ડ યલો રંગની સાડીમાં જોવા મળે છે. તેણે માથા પર ચુંદડી ઓઢી છે અને બિહારી પરંપરા મુજબ, નાક પર સિંદૂર લગાવ્યું છે.


શિવાંગીનો આકર્ષક દેખાવ

આ રેશમી સાડીમાં સુંદર ગોલ્ડન કિનારી (બોર્ડર), ચોરસ આકારની ડિઝાઈન અને ઝીણવટભર્યું ભરતકામ જોવા મળે છે. શિવાંગીએ તેની સાથે માથા પર લાલ રંગની ચુંદડી ઓઢી છે, જેના પર સોનેરી દોરાથી સઘન અને નાજુક ભરતકામ કરવામાં આવ્યું છે.


શિવાંગીએ એક કાંડા પર સોનાનું કંગન પહેર્યું છે અને ખૂબ જ હળવો મેકઅપ કર્યો છે. બિહારી પરંપરાને અનુસરીને, તેણે નાક પર સિંદૂર અને માથા પર 'મૌર' (લગ્ન પ્રસંગે પહેરવામાં આવતો પરંપરાગત મુગટ જેવો શણગાર) ધારણ કર્યો છે. જાહેર થયેલી તસવીરો અને વીડિયોમાં શિવાંગીના માતા લગ્ન વિધિઓ સંપન્ન કરાવતા જોવા મળે છે.


બિહારમાં યોજાઈ રહેલા આ લગ્ને આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે

આ ભવ્ય અને શાહી અંદાજવાળા લગ્ન ૨૫ નવેમ્બરે બિહારના નાદવાનમાં જે અનંત સિંહનું પૈતૃક ગામમાં યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે 14 લાખ મહેમાનો હાજર રહેવાની અપેક્ષા છે. આ આયોજન ભવ્ય અને ઐતિહાસિક બને તે માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. લગભગ 10 વીઘા જમીન પર તાજમહેલ જેવો આકાર ધરાવતો એક વિશાળ, એર-કન્ડિશન્ડ અને વોટરપ્રૂફ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં માત્ર ભારતભરમાંથી જ નહીં, પરંતુ વિદેશથી પણ મહેમાનો આવી રહ્યા છે.

https://x.com/MLA_AnantSingh/status/2123714151143108837?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2123714151143108837%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

લગ્નના મેનુમાં 150થી વધુ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ લગ્ન પાછળ કુલ 40 થી 50 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. જોકે, અનંત સિંહ કે તેમના નજીકના સહયોગીઓ દ્વારા આ વિગતો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ અનંત સિંહ પોતાની પુત્રીના લગ્નને ભવ્ય બનાવવા માટે કોઈ કસર બાકી રાખી રહ્યા નથી.

આ પણ વાંચો: શું તમને પણ રાતે વારંવાર ઉંઘ ઉડી જાય છે? જાણો કેમ