4 બાળકોના મોત બાદ મૃતકોના સ્વજનોમાં દુઃખનો માહોલ, પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી.
બાળકોના મોતથી સન્નાટો
બિહારના ભાગલપુરમાં છઠ પૂજાનો તહેવાર માતમમાં ફેરવાયો છે. નદીમાં નાહવા પડેલા 4 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. ભાગલપુરમાં આ ઘટના બાદ સન્નાટો વ્યાપી ગયો છે. ખુશીઓનો તહેવાર દુઃખમાં ફરવાયો છે. નવટોલિયા ગામ પાસે ન્હાવા પડેલા 4 બાળકોના મોત થયા છે. ભારે જહેમત બાદ 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
Also Read
Chhath Sandhya Arag 2025: આજે સાંજે છઠ મૈયા અને અસ્ત થતા સૂર્યને સંધ્યા અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે
Chhath Puja 2025: વાસ કે પીતળ, છઠ પૂજામાં ક્યા સુપડામાં અર્ઘ્ય આપવો શુભ? જાણો શાસ્ત્ર શું કહે છે
Bihar chhath puja નહાય ખાયમાં ડૂબી જવાથી અલગ અલગ સ્થળોએ 11નાં મોત, મૃતકોમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ
મૃતકોના પરિવારમાં દુઃખનો માહોલ
4 બાળકોના મોત બાદ ગામમાં દુઃખનો માહોલ છે. આ દર્દનાક ઘટના બાદ નદી કિનારે પૂજા કરી રહેલા લોકોમાં દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. મૃતકોના પરિવારમાં દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે. માતા-પિતા દુઃખમાં સરી પડ્યા છે. છઠ પૂજાનો તહેવાર અચાનક દુઃખમાં ફેરવાઇ ગયો છે. મહિલાઓ ઘાટ પર અર્ધ્યની તૈયારીઓ કરી રહી હતી. અને બીજી તરફ ગામમાં બાળકોના મોતના સમાચાર વહેતા થયા હતા.
નદીમાં પાણીનું સ્તર વધ્યુ
સ્થાનિક તંત્રને સૂચના આપવામાં આવી હતી કે, ઇસ્માઇલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઘટના સ્થળે આવ્યા હતા. અને મૃતદેહોનો કબ્જો લીધો હતો. અને પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી હતી. સ્થાનિકોએ કહ્યુ હતુ કે, નદીમાં છેલ્લા કેટલાય સમયથી પાણીનું સ્તર વધ્યુ છે. જેના કારણે નદીમાં સ્નાન કરવું ખતરારૂપ હતુ. પરંતુ બાળકો આ નદીમાં ઉતર્યા હતા. અને આ દુર્ઘટના સર્જાઇ હતી.










