બિહારના 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. સાત વાગતા જ 45,341 બૂથ પર મતદાન શરૂ થઈ ગયું હતું. આ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. છ વિધાનસભા ક્ષેત્રોમાં 2,135 બૂથ પર મતદાન સાંજે 5 વાગ્યા સુધી થશે. પ્રથમ તબક્કામાં વર્તમાન સરકારના બંને ઉપમુખ્યોમંત્રી સમ્રાટ ચૌધરી, વિજય સિંહા, આરજેડી નેતા તેજસ્વી યાદવ, તેમના મોટાભાઈ તેજ પ્રતિપ યાદવ, બાહુબલી અનંત સિંહ સહિત અનેક દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે.
ગિરિરાજ સિંહ અને વિજય સિંહાએ કર્યું મતદાન
લખીસરાયમાં કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહએ મતદાન કર્યું. તેમણે સૌને મતદાન કરવા અપીલ કરી. સિંહે દાવો કર્યો કે અમે 121માંથી 95 બેઠકો જીતવાના છીએ. તે જ સમયે ઉપમુખ્યમંત્રી વિજય સિંહાએ પણ મતદાન કર્યું. ભાજપે તેમને લખીસરાય વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. તેમણે વિરોધીઓને નિશાન બનાવતાં કહ્યું કે વિરોધી મતદાતાઓને ધમકી આપી રહ્યા છે, પરંતુ મતદાતા ડરે તેમાના નથી.










