પીએમ મોદી આજે બિહારના પ્રવાસે છે. તેમણે ગયાજીમાં 13 હજાર કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ ગંગા નદી પર બનેલા આન્ટા સિમરિયા પુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ બ્રિજ પટનાના મોકામા અને બેગુસરાય વચ્ચે સીધુ જોડાણ પ્રદાન કરશે. ત્યારે આ પ્રસંગે પીએમ મોદીની સાથે સીએમ નીતિશ કુમાર પણ જોવા મળ્યા. આ વખતે પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા ત્યારે તેમનો અલગ જ અંદાજ જોવા મળ્યો.


આ દરમિયાન બિહારના સીએમ નીતિશ કુમાર અને અન્ય મંત્રીઓ હાજર હતા. પીએમ મોદીએ સીએમ નીતિશનો 'હાથ' ઉંચો કરીને બિહારમાં એનડીએની તાકાતનો સંદેશ આપ્યો. એટલું જ નહીં, તેમણે બિહાર શૈલીમાં હવામાં શાલ/ગમછા લહેરાવીને લોકોનું અભિવાદન કર્યું. આ વખતે બેકગ્રાઉન્ડમાં સ્વર્ગસ્થ શારદા સિંહાના અવાજમાં એક ગીત વાગી રહ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેગુસરાયમાં ઔંટા-સિમરિયા પુલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમનું છઠ ગીતો સાથે સ્વાગત કરવામાં આવ્યું.

ગયાજીમાં પીએમએ કર્યું સંબોધન 

પીએમ મોદી અને સીએમ નીતીશ વચ્ચેનો જબરદસ્ત બોન્ડિંગ જોવા મળ્યું. . આ પહેલા ગયાજીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે ઓપરેશન સિંદૂર પર કહ્યું હતું કે બિહારની ધરતી પરથી લેવાયેલો કોઈપણ સંકલ્પ વ્યર્થ જતો નથી. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ભારત પર અનેક ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા પરંતુ અમે તેમને તણખાની જેમ વિખેરી નાખ્યા. પીએમએ પોતાના ભાષણમાં વિપક્ષી પક્ષો આરજેડી અને કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું. બંધારણના 130મા સુધારા બિલ પર બોલતા તેમણે કહ્યું કે જો કોઈ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રી જેલમાં જાય છે, તો તે ખુરશી પર બેસવાનો હકદાર નથી. ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવતા, પીએમએ આરજેડી અને કોંગ્રેસ પર વોટ બેંકની રાજનીતિ માટે બિહારીઓના અધિકારો છીનવી લેવાનો આરોપ લગાવ્યો.
  • Follow us on: