Karanataka: કર્ણાટકના મેંગલુરુમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ ઉર્વા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. સ્વતંત્રતા દિવસે નવી દિલ્હીમાં કોંગ્રેસ મુખ્યાલયમાં રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ગવાયું ત્યારે સોનિયા ગાંધીના વર્તન અંગેના વિવાદને પગલે આ ફરિયાદ કરવામાં આવી છે.


ભાજપ નેતાએ શું કહ્યું?

મેંગલુરુના ભાજપ નેતા વિકાસ પુટ્ટુરે જણાવ્યું હતું કે, "આખા દેશે ગઈકાલે કોંગ્રેસ પક્ષની કાર્યવાહી જોઈ. કોંગ્રેસ પક્ષ લાંબા સમયથી 'વંદે માતરમ'નો વિરોધ કરી રહ્યો છે. ગઈકાલે પાર્ટીના રાષ્ટ્રીય મુખ્યાલયમાં ધ્વજવંદન સમારોહ ચાલી રહ્યો હતો, જે દરમિયાન 'વંદે માતરમ' વગાડવામાં આવ્યું હતું. સોનિયા ગાંધીએ કાર્યવાહીમાં વિક્ષેપ પાડ્યો હતો; અમે અને સમગ્ર દેશે તેમને તેમના પક્ષના કાર્યકરોને ગીત બંધ કરવા સૂચના આપતા અને નિર્દેશ આપતા જોયા."


તેમણે વધુમાં ઉમેર્યું, "આ મામલે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. આજે, 'વંદે માતરમ'ને આપણા રાષ્ટ્રગીત 'જન ગણ મન' જેવો જ દરજ્જો આપવામાં આવે છે. જે કોઈ પણ વ્યક્તિ તેનો અનાદર કરે છે. ભલે તેમનું સ્થાન કે શક્તિ ગમે તે હોય તે કાયાદાકીય કાર્યવાહી માટે જવાબદાર છે."


વિકાસ પુટ્ટુરે જણાવ્યું, "આ કારણોસર, મેં ઉર્વા પોલીસ સ્ટેશનમાં સોનિયા ગાંધી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. મેં પોલીસ પાસે કાયદેસરની કાર્યવાહી કરવાની અને તેમની સામે FIR નોંધવાની માંગ કરી છે. જો રાજ્યની કોંગ્રેસ સરકાર અને પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જાય, તો હું કર્ણાટક હાઈકોર્ટમાં PCR (ખાનગી ફરિયાદ) નોંધાવીશ. મને ન્યાયિક વ્યવસ્થામાં સંપૂર્ણ વિશ્વાસ છે."

આ પણ વાંચો: Assamમાં સીએમ હિંમતા બિસ્વા શર્માને જાનથી મારી નાખવાની ધમકી, હત્યા માટે માગ્યા 1 કરોડ રૂપિયા