દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટમાં સુરક્ષા એજન્સીઓની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મીડિયા અહેવાલો અનુસાર આ i-20 કાર ઘણી વાર વેચવામાં આવી હતી અને પુલવામાના તારીક નામના શખ્સને છેલ્લે કાર વેચાઇ હોવાનો ખુલાસો થયો છે.
દિલ્હી વિસ્ફોટના તાર પુલવામા સુધી પહોંચ્યા
પુલવામાં રહેતા તારીક નામના શખ્સને i-20 કાર વેચાઇ હોવાનો ઘટસ્ફોટ થતાં સુરક્ષા એન્જસીઓ ચોંકી ઉઠી છે. આ પ્રમાણે દિલ્હી વિસ્ફોટના તાર પુલવામા સુધી પહોંચા છે. ફરિદાબાદમાં આવેલા રોયલ કાર ઝોનમાંથી તારીકને i-20 કાર વેચાઇ હોવાનો ખુલાસો થયો છે













