દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટથી વ્યાપક ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બે થી ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. NIA ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડને સાંજે 6:55 વાગ્યે વિસ્ફોટની માહિતી મળી હતી. દિલ્હી પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે. 8 વાહનો બળીને ખાખ થઇ ગયા છે. એનઓસજીની ટીમ પણ સ્થળ પર પહોંચી છે.
આ ઘટનામાં એક વ્યક્તિનું મોત
લાલ કિલ્લા વિસ્ફોટ કેસ અંગે પોલીસ દ્વારા એક મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. આ વ્યક્તિની ઓળખ થઈ નથી. વિસ્ફોટ સમયે તે કારની ખૂબ નજીક ઉભો હતો, જેના કારણે તેણે ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો.










