મહારાષ્ટ્ર બીએમસી ચૂંટણીના પરિણામે સામે આવી ગયા છે. આ સાથે જ મુંબઇમાંથી ઠાકરે પરિવારનું રાજ હવે રહ્યું નથી. કારણ કે મહાયુતિને બહુમત મળી છે. હવે મુંબઇને લાંબા સમય બાદ બીજેપી શિવસેના (શિંદે જૂથ) ના મેયર મળવાના છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેની કારમી હારને લઇને સાંસદ કંગના રનોતે પ્રતિક્રિયા આપી છે.
કંગનાએ ખુશી કરી વ્યક્ત
કંગના રનૌતે BMC ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે જૂથની હાર પર ખુશી વ્યક્ત કરી અને તેને "ન્યાય" ગણાવ્યો. તેણે કહ્યું કે જે લોકોએ મારું ઘર તોડી નાખ્યું તેઓ હવે સત્તા પરથી દૂર થઈ ગયા છે. કંગનાએ પીએમ મોદી અને દેવેન્દ્ર ફડણવીસને ભાજપની જબરદસ્ત જીત બદલ અભિનંદન આપ્યા. શિવ સેના (UBT)નો દાયકાઓ જૂનો ગઢ મુંબઈ હવે ભાજપ-શિંદે જૂથના હાથમાં આવી ગયો છે.
કંગના રનૌતે પરિણામો વિશે શું કહ્યું?
કંગના રનૌતે કહ્યું કે આવા ચૂંટણી પરિણામો અભિનેતા માટે ન્યાય જેવા છે. કંગના રનોતે BMCની મિલકત સામેની કાર્યવાહીને યાદ કરતાં અભિનેતા અને સાંસદે કહ્યું કે જે લોકોએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો, મારું ઘર તોડી નાખ્યું અને મને મહારાષ્ટ્ર છોડવાની ધમકી આપી તેઓને આજે મહારાષ્ટ્રએ છોડી દીધા છે. તેણે વધુમાં કહ્યું કે મને ખુશી છે કે જનતા આવા સ્ત્રીવિરોધીઓ, ગુંડાઓ અને ભત્રીજાવાદ માફિયાઓને તેમનું યોગ્ય સ્થાન બતાવી રહી છે.
કંગનાએ પીએમ મોદીને અભિનંદન આપ્યા
કંગનાએ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર BMC ચૂંટણીમાં ભાજપની જંગી જીતથી હું ખૂબ જ ખુશ છું. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્રના સમગ્ર ભાજપ પરિવારને આ નોંધપાત્ર ભગવા લહેર માટે અભિનંદન આપું છું. આ આપણા બધા માટે એક મોટી જીત છે.
સમયનું ચક્ર ચોક્કસપણે ફરે છે - કંગના
BMC ચૂંટણીના પરિણામો પછી 2020 માં ઉદ્ધવ ઠાકરે પર કંગના રનૌતના ઘર પર કરેલા હુમલાનો એક વિડિઓ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. આ વિડિઓ તે સમયનો છે જ્યારે કંગનાની ઓફિસ તોડી પાડવામાં આવી હતી. તે સમયે કંગનાએ ટ્વિટર પર એક વિડિઓ શેર કરીને કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે, શું તમને લાગે છે કે તમે ફિલ્મ માફિયાઓ સાથે મારું ઘર તોડીને મારા પર મોટો બદલો લીધો છે? આજે મારું ઘર તૂટ્યુ છે કાલે તારો ઘમંડ તૂટશે. આ સમયનું ચક્ર છે.
BMC Election Results: જીતના તમામ રેકોર્ડ તોડ્યા...ચૂંટણી પરિણામો અંગે બોલ્યા CM ફડણવીસ