BRICS Summit 2026: નવી દિલ્હીમાં BRICS બિઝનેસ ફોરમ 2026ની શરૂઆત થઈ છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે BRICS દેશો મળીને દુનિયાના લગભગ 25 ટકા વૈશ્વિક વેપારનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત BRICS દેશોમાં એન્જિનિયરિંગ સામાન, ઇલેક્ટ્રોનિક્સ અને દવાઓ જેવા ઉત્પાદનો માટે મોટા બજારની તક જોઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, BRICSનો અર્થ સંતુલિત વેપાર પણ છે.

વેપાર પ્રક્રિયા સરળ બનાવવાની જરૂર

પીયૂષ ગોયલે BRICS દેશોને વેપાર માટેના નિયમો સરળ બનાવવા અને માલની ઝડપથી કસ્ટમ ક્લિયરન્સ કરવાની જરૂરિયાત જણાવી. તેમણે કહ્યું કે BRICSના સહયોગનો લાભ ખેડૂતો, મહિલા ઉદ્યોગકારો, યુવાનો અને નાના-મધ્યમ ઉદ્યોગો (MSMEs) સુધી પહોંચવો જોઈએ. ભારત BRICSને પોતાના ઉત્પાદનો માટે એક મહત્વપૂર્ણ બજાર તરીકે જોઈ રહ્યું છે.

https://twitter.com/ANI/status/2098379072032456952

મોદીના નેતૃત્વનો ઉલ્લેખ

પીયૂષ ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારત એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે BRICSનો સહયોગ માત્ર મોટા ઉદ્યોગો સુધી સીમિત ન રહે. તેનો લાભ ખેડૂતો, નાના વેપારીઓ, યુવાનો અને અન્ય લોકો સુધી પણ પહોંચવો જોઈએ, કારણ કે તેઓ અર્થવ્યવસ્થાની મહત્વની કડી છે.

મહિલાઓ અને યુવાનો પર ખાસ ભાર

ભારતે BRICSના આર્થિક એજન્ડામાં મહિલા ઉદ્યોગકારો અને યુવાનોને પણ મહત્વ આપવાની વાત કરી છે. પીયૂષ ગોયલે કહ્યું કે મહિલાઓને વેપાર અને અન્ય ક્ષેત્રોમાં આગળ વધવા માટે વધુ તકો આપવી જરૂરી છે. સાથે જ યુવા ઉદ્યોગકારો અને MSMEs માટે રોજગાર, વેપાર અને વિકાસની નવી તકો ઊભી કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભારત કરાવી શકે છે રશિયા-યુક્રેન વચ્ચે સમજૂતી, રશિયાથી આવ્યું મોટું નિવેદન