નવી દિલ્હીના ભવ્ય ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી 18 મી બ્રિક્સ સમિટનો આજે બીજો અને અંતિમ દિવસ છે. વિશ્વના અગ્રણી નેતાઓ આજે વૈશ્વિક મુદ્દાઓ પર મંથન કરવા માટે એકત્રિત થયા છે, જે ભારતની મજબૂત કૂટનીતિ અને વૈશ્વિક નેતૃત્વનું પ્રતીક છે.


BRICS Summit: રાષ્ટ્રપતિ પુતિન દિલ્હીથી મોસ્કો જવા માટે રવાના 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો ભારતનો પ્રવાસ ખત્મ થયો છે. બ્રિક્સ સમિટમાં હાજરી આપી તેઓ હવે દિલ્હીથી મોસ્કો જવા માટે રવાના થયા છે.

https://twitter.com/ANI/status/2099050199792636288

શી જિનપિંગ, પુતિન અને અન્ય નેતાઓએ પીએમ મોદી સાથે પડાવ્યો ફેમિલી ફોટો 

18મા બ્રિક્સ સમિટના બીજા અને અંતિમ દિવસે, બ્રિક્સ નેતાઓએ ભારત મંડપમ ખાતે પીએમ મોદી સાથે ફેમિલી ફોટો પડાવ્યો હતો. આ ફોટામાં પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અનેક દેશોના નેતાઓ સાથે હતા. 

brick photo pm modi

ચીન જવા રવાના થયા રાષ્ટ્રપતિ શી જિનપિંગ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એરપોર્ટ માટે રવાના થયા છે. તેઓ બેઇજિંગ પાછા ફરવાના હોવાનું માનવામાં આવે છે. તેમણે બીજા દિવસના કાર્યક્રમમાં પીએમ મોદીનું ભાષણ સાંભળ્યું અને બધા નેતાઓ સાથે કૌટુંબિક ફોટો પડાવ્યો.

https://twitter.com/ANI/status/2099021185854091316

ભારતની અધ્યક્ષતામાં મહત્વના ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કર્યુંઃ PM મોદી

બ્રિક્સ સમિટ 2026 ના બીજા દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતના રાષ્ટ્રપતિ પદ હેઠળ, અમે અમારા બધા પ્રયાસો ચાર સ્તંભો પર કેન્દ્રિત કર્યા છે: સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે દરેકના સહયોગ અને સમર્થનથી, અમે અમારા સહિયારા દ્રષ્ટિકોણને જીત-જીત સહયોગમાં પરિવર્તિત કરવામાં સક્ષમ છીએ.

https://twitter.com/ANI/status/2099008449501966515

વિશ્વમાં વધતી જતી કટોકટી સામાન્ય લોકો પર કરી રહી છે નોંધપાત્ર અસર ઃ પીએમ મોદી

બ્રિક્સ સમિટના બીજા દિવસે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વમાં તણાવ સતત વધી રહ્યો છે, જેની સામાન્ય લોકોના જીવન પર નોંધપાત્ર અને વ્યાપક નકારાત્મક અસર પડી રહી છે. રોગચાળો, આબોહવા આફતો અને પુરવઠા શૃંખલામાં વિક્ષેપોએ દર્શાવ્યું છે કે આજના એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં, કોઈ પણ કટોકટી એક જ પ્રદેશ સુધી મર્યાદિત નથી. તેથી, અમે બ્રિક્સની અંદર સ્થિતિસ્થાપકતા વધારવા પર વિશેષ ભાર મૂક્યો છે.

https://twitter.com/ANI/status/2099009677543772566

ભારત મંડપમ ખાતે વર્લ્ડ લીડર્સનું ફોટો સેશન કરાયું

https://twitter.com/ANI/status/2099006476530635045

PM મોદીએ કઝાકિસ્તાન, ફિલીપાઇન્સ, મલેશિયા અને બુરૂંડીના નેતાઓનું કર્યું સ્વાગત

ભારત મંડપમ ખાતે વડાપ્રધાન મોદી અનેક દેશોના નેતાઓનું સ્વાગત કરી રહ્યા છે

https://twitter.com/ANI/status/2099001395076890952

BRICS Summit: સાઉદી વિદેશ મંત્રી અને કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ પહોંચ્યા ભારત મંડપમ

બ્રિક્સ સમિટ 2026 ના બીજા દિવસે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નેતાઓનું આગમન થવા માંડ્યુ છે. ત્યારે સાઉદી વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન અલ સઉદ અને કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ ભારત મંડપમ ખાતે પહોંચ્યા.વડાપ્રધાન મોદી નેતાઓનું સ્વાગત કરી રહ્યા છે. 

https://twitter.com/ANI/status/2098999737131336140

વડાપ્રધાન મોદીએ ભારત મંડપમ ખાતે યુગાન્ડાના ઉપ રાષ્ટ્રપતિ જેસિકાનું કર્યુ સ્વાગત

https://twitter.com/ANI/status/2098999352840880318

મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ ભારત મંડપમ પહોંચ્યા.

મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ બ્રિક્સ સમિટ 2026ના બીજા દિવસે નવી દિલ્હીના ભારત મંડપમ પહોંચ્યા. તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા.

https://twitter.com/ANI/status/2098997006022943146

વિયેતનામના વડા પ્રધાન લે મિન્હ હુંગ ભારત મંડપમ પહોંચ્યા

વિયેતનામના વડા પ્રધાન લે મિન્હ હુંગ બ્રિક્સ સમિટ 2026ના બીજા દિવસે નવી દિલ્હીના ભારત મંડપમ પહોંચ્યા. તેઓ બ્રિક્સ સમિટમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

https://twitter.com/ANI/status/2098995660792164638

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ ભારત મંડપમ પહોંચ્યા

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ બ્રિક્સ સમિટ 2026ના બીજા દિવસે નવી દિલ્હીના ભારત મંડપમ પહોંચ્યા છે.

https://twitter.com/ANI/status/2098995491401060542

બ્રિક્સ ડિનરનો વીડિયો વાયરલ: કિરેન રિજિજુએ શેર કરી યાદગાર ક્ષણો

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બ્રિક્સ સમિટના નેતાઓ માટે ભવ્ય ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સમારોહમાં દેશના અનેક કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી.

દરમિયાન, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ ભવ્ય કાર્યક્રમનો એક આકર્ષક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પ્રસંગે તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે ભારત માટે આ ૧૮મી બ્રિક્સ સમિટનું સફળ આયોજન કરવું એ અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ ડિનરમાં ભારતીય આતિથ્ય સત્કાર અને સંસ્કૃતિની અદ્ભુત ઝલક જોવા મળી હતી.

https://twitter.com/KirenRijiju/status/2098830324067373082

આજનો કાર્યક્રમ અને મુખ્ય થીમ

આજના દિવસની શરૂઆત સવારે 9:55 વાગ્યે નેતાઓ અને મંત્રીઓના આગમન સાથે થશે. સવારે 10:35 વાગ્યે: તમામ અગ્રણી નેતાઓનો સંયુક્ત 'કૌટુંબિક ફોટો' લેવામાં આવશે. સવારે 10:50 વાગ્યે: સમિટનું ખુલ્લું સત્ર શરૂ થશે. આ વર્ષના સત્રની થીમ "સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉ વિકાસ દ્વારા સમાવિષ્ટ વૈશ્વિક વિકાસનું ભવિષ્ય" રાખવામાં આવી છે.

PM મોદીની વ્યસ્ત દ્વિપક્ષીય બેઠકો

બપોરે 2:30 વાગ્યે: ​​કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવ સાથે મુલાકાત.

બપોરે 3:00 વાગ્યે: ​​ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર સાથે મુલાકાત

બપોરે 3:30 વાગ્યે: ​​ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે મુલાકાત.

બપોરે 4:10 વાગ્યે: ​​દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે દ્વિપક્ષીય મુલાકાત.

બપોરે 4:40 વાગ્યે: ​​બુરુન્ડીના રાષ્ટ્રપતિ એવરિસ્ટ નદાયિશિમિયે સાથે મુલાકાત.

સાંજે 5:10 વાગ્યે: ​​નાઇજીરીયાના ઉપરાષ્ટ્રપતિ સેનેટર કાશીમ શેટ્ટીમા સાથે મુલાકાત.

સાંજે 5:40 વાગ્યે: ​​યુગાન્ડાના ઉપરાષ્ટ્રપતિ જેસિકા અલુપો સાથે મુલાકાત. આ બેઠકોમાં વેપાર, રોકાણ, વ્યૂહાત્મક સહયોગ અને પ્રાદેશિક શાંતિ પર મુખ્ય ભાર મૂકવામાં આવશે.

પ્રથમ દિવસની મુખ્ય સિદ્ધિઓ

સમિટના પ્રથમ દિવસે ભારતની કૂટનીતિના ઘણાં શાનદાર પાસાં જોવા મળ્યા. વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સરહદી મુદ્દાઓ પર અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વ્યૂહાત્મક ભાગીદારી પર અર્થપૂર્ણ ચર્ચા કરી. રાત્રિભોજન દરમિયાન મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે કિશોર કુમારનું ગીત ગાઈને અનોખું અને યાદગાર વાતાવરણ સર્જ્યું હતું. નવી દિલ્હી ઘોષણાપત્ર પર સર્વસંમતિ સધાઈ, જેમાં આતંકવાદ, વૈશ્વિક સંઘર્ષ અને આર્થિક સહયોગ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ છે.આજે ભારત મંડપમ પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે, કારણ કે આ બેઠકો આગામી સમયમાં વૈશ્વિક વિકાસ અને સહયોગનો નવો રાહ ચીંધશે.

આ પણ વાંચોઃ BRICS Summit 2026: આજે આખો દિવસ શું થયું?, જાણો સમિટના મોટા ઘટનાક્રમ