નવી દિલ્હીમાં આજે ભારતનો દમ દેખાશે. કારણ કે અહીં યોજાનારી બ્રિક્સ સમિટમાં ટોચના નેતાઓ હાજરી આપી રહ્યા છે. જેમાં સાંજે 5:45 વાગ્યે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મહત્વપૂર્ણ બેઠકનો પણ સમાવેશ થાય છે. સમિટ દરમિયાન સભ્ય દેશોના નેતાઓની બેઠક, 'ભારત ઈનોવેટ્સ' (Bharat Innovates) પ્રદર્શન, સામૂહિક ફોટો સેશન, સંયુક્ત વૃક્ષારોપણ સમારોહ અને ભવ્ય રાત્રિભોજન જેવા કાર્યક્રમો યોજાશે.

દિલ્હીમાં આજથી બ્રિક્સ સમિટ 

રાજધાની દિલ્હીમાં આજે 18મી BRICS સમિટનો સત્તાવાર પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. સૌથી મહત્વપૂર્ણ બેઠક સાંજે 5:45 વાગ્યે 'ભારત મંડપમ' ખાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે યોજાશે. ચીનના રાષ્ટ્રપતિ ભારત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. અગાઉ, શુક્રવારે વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સહિતના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

https://twitter.com/ANI/status/2098622215721824433

 બ્રિક્સ સમિટમાં  જાણો આજે શું શું થશે ? 

  • સવારે 10:00 વાગ્યે, વડાપ્રધાન હૈદરાબાદ હાઉસ ખાતે ઇથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલીને મળશે.
  • ત્યારબાદ, સવારે 10:30 વાગ્યે વડાપ્રધાન મોદી મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે મુલાકાત કરશે.
  • સવારે 11:00 વાગ્યે, તેઓ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળશે.
  • સવારે 11:30 વાગ્યે, વડાપ્રધાન વિયેતનામના નેતા લે મિન્હ હંગ સાથે બેઠક કરશે.
  • તે જ સમયે, રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનને મળશે.

મુખ્ય BRICS સમિટની કાર્યવાહીના ભાગરૂપે, સભ્ય દેશોના નેતાઓ બપોરે 2:00 વાગ્યે 'ભારત મંડપમ'ના લેવલ-2 પર પહોંચશે. બપોરે 2:35 વાગ્યે, સમિટ હોલમાં "સમાવેશી વૈશ્વિક શાસન અને બહુપક્ષીયવાદને મજબૂત બનાવવું" (Inclusive Global Governance and Strengthening Multilateralism) વિષય પર બંધ-બારણે બેઠક (ક્લોઝ્ડ સેશન) યોજાશે.

'ભારત ઈનોવેટ્સ પ્રદર્શન' નિહાળશે

સાંજે 4:25 વાગ્યે, નેતાઓ 'ભારત મંડપમ'ના હોલ-14માં 'ભારત ઈનોવેટ્સ પ્રદર્શન' નિહાળશે. સાંજે 5:05 વાગ્યે 'ભારત મંડપમ'ની બહારના લૉન પર સામૂહિક ફોટો સેશન (ફેમિલી ફોટો સેશન) યોજાશે અને ત્યારબાદ સાંજે 5:10 વાગ્યે સંયુક્ત વૃક્ષારોપણ સમારોહ યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક સાંજે 5:45 વાગ્યે 'ભારત મંડપમ' ખાતે નિર્ધારિત છે.

વડાપ્રધાન દ્વારા આયોજિત ભવ્ય રાત્રિભોજન (ગાલા ડિનર) સાંજે 7:30 વાગ્યે 'ભારત મંડપમ'ના ત્રીજા માળે યોજાશે.

ટ્રાફિક એડવાઇઝરી

BRICS સમિટને કારણે દિલ્હી પોલીસે ટ્રાફિક અંગેની સૂચના જાહેર કરી છે. શનિવારે સવારે 9:30 થી રાત્રે 9:30 વાગ્યા સુધી 'લ્યુટિયન્સ દિલ્હી' અને મુખ્ય માર્ગો (જેમાં 'ભારત મંડપમ'ની આસપાસનો વિસ્તાર પણ સામેલ છે) પર ટ્રાફિકનું નિયમન અને ડાયવર્ઝન (માર્ગ પરિવર્તન) કરવામાં આવશે. ટ્રાફિક એડવાઇઝરીનો નકશો મધ્ય દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં નિયંત્રિત રસ્તાઓ, પ્રતિબંધિત વિસ્તારો, વૈકલ્પિક માર્ગો અને ડાયવર્ઝન પોઈન્ટ્સ દર્શાવે છે.

એડવાઇઝરી નકશા પર, વૈકલ્પિક માર્ગો વાદળી રંગમાં, નિયંત્રિત રસ્તાઓ નારંગી રંગમાં, પ્રતિબંધિત વિસ્તારો જાંબલી રંગમાં અને ડાયવર્ઝન પોઈન્ટ્સ લાલ તારા (સ્ટાર્સ) દ્વારા દર્શાવવામાં આવ્યા છે. આ નકશો એવા માર્ગોને પ્રકાશિત કરે છે જ્યાં સમિટ દરમિયાન મુસાફરોએ પ્રતિબંધો અથવા માર્ગ પરિવર્તનનો સામનો કરવો પડી શકે છે.


સમિટ માટે હવામાનની આગાહી

BRICS સમિટના દિવસે ઘણા રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી-NCR (નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ)માં તેજ પવન અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.