ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાથી એક ખુબજ દર્દનાક સમાચાર મળી રહ્યા છે. લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા એક પરિવારની કાર થાંભલા સાથે ટકરાતા કારમમાં આગ લાગી હતી અને 5 લોકો જીવતા સળગી ઉઠ્યા હતા. આ તમામ લોકો બદાયૂથી લગ્ન કરીને દિલ્હીથી પરત ફરી રહ્યા હતા. ડ્રાઇવરને રાતના સમયે ઉંઘ આવી ગઇ હતી, જેના કારણે સ્વિફ્ટ કાર સળગી ઉઠી હતી અને કારમાં આગ લાગી હતી. કાર લોક થઇ જકા અંદર રહેલા મુસાફરો બહાર નીકળી શક્યા નહતા. જેના કારણે તમામ લોકો મોતને ભેટ્યા હતા. એક મહિલા ખુબજ દાઝી ગઇ છે જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


અકસ્માત એટલો ભયાનક હતો કે પરિવારના કોઈ પણ સભ્યને કારમાંથી બહાર નીકળવાનો મોકો પણ મળ્યો નહીં


મળતી માહિતી મુજબ, માલવિયા નગર દિલ્હીના રહેવાસી તમ્બીઝ અહેમદ, બદાયૂંના સહસ્વાનના ચમારપુર ગામમાંથી તેમના અને તેમના સાળાના પરિવાર સાથે લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. એસપી રૂરલ ડૉ. તેજવીર સિંહના જણાવ્યા અનુસાર, આજે સવારે 5:35 વાગ્યે તેમની સ્વિફ્ટ કાર એક કલ્વર્ટ સાથે અથડાઈ અને ખાડામાં પલટી ગઈ. ખાડામાં પલટી જતાં જ કારમાં આગ લાગી ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં તમ્બીઝ અહેમદ, સાળા ઝુબૈર, નિદા, મોમીના, સાળાના અઢી વર્ષના પુત્ર ઝૈનુલનું મૃત્યુ થયું. આ અકસ્માતમાં બચી ગયેલી એકમાત્ર ગુલનાઝની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે પરિવારના કોઈ પણ સભ્યને કારમાંથી બહાર નીકળવાનો મોકો પણ મળ્યો નહીં.

ઝોકુ આવતા અકસ્માત થયો: પોલીસ

આ દુ:ખદ અકસ્માતનું કારણ કાર ચાલકને ઊંઘ આવી ગઈ હોવાનું કહેવાય છે. જોકે, પરિવારનું કહેવું છે કે બાઇકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે કાર કલ્વર્ટ સાથે અથડાઈ, ખાડામાં પડી ગઈ અને આગ લાગી ગઈ. અકસ્માત બાદ, સાળાના પરિવારના 5 સભ્યોના દુઃખદ મૃત્યુને કારણે સર્વત્ર શોકનો માહોલ છે. હાલમાં, પોલીસે પંચનામા ભરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

  • Follow us on: