આજના સમયમાં રોજિંદા ઉપયોગની અને ખાવા-પીવાની વસ્તુઓ લેવા માટે હંમેશા બહાર જવાની જરૂર પડતી નથી. હવે Zepto, Blinkit અને Amazon Now જેવા ક્વિક કોમર્સ પ્લેટફોર્મની મદદથી લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ઘરે બેઠા ઓર્ડર કરી શકે છે અને લગભગ 10-12 મિનિટમાં સામાન ઘરે પહોંચાડી દેવામાં આવે છે. Zepto અને Blinkit જેવા ક્વિક કોમર્સ પ્લેટફોર્મને ટક્કર આપવા માટે Amazon Nowએ પોતાની સર્વિસ 100થી વધુ શહેરોમાં પહોંચાડી દીધી છે.

Amazon Nowના આ વિસ્તરણથી ક્વિક કોમર્સ પ્લેટફોર્મ વચ્ચેની સ્પર્ધા વધવાની છે. હવે સવાલ એ છે કે Amazon Now કયા-કયા શહેરોમાં પહોંચી ગયું છે અને કયા શહેરોના લોકો હવે તેની મિનિટોમાં ડિલિવરીની સુવિધાનો લાભ લઈ શકે છે.

કેટલા શહેરોમાં પહોંચ્યું Amazon Now?

Amazon Nowની સર્વિસ હવે 120થી વધુ શહેરોમાં પહોંચી ગઈ છે. તેમાં સામેલ છે:

જાલંધર

કોચ્ચિ

ભુવનેશ્વર

મણિપાલ

અમૃતસર

અબોહર

મેંગલોર

અંબાલા

ચંગનાસેરી

વિઝાગ

એટલે હવે આ શહેરોના ગ્રાહકો પણ Amazon Now પરથી થોડા જ સમયમાં ઘરે સામાન મંગાવી શકે છે.

લાખો વસ્તુઓની સેમ-ડે ડિલિવરીનો વિકલ્પ

હવે કંપની પોતાના ફુલફિલમેન્ટ નેટવર્ક પર વધુ ધ્યાન આપી રહી છે. એટલે હવે હજારો વસ્તુઓ થોડા જ મિનિટો અથવા કલાકોમાં પહોંચાડવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે Prime સભ્યોને લાખો પ્રોડક્ટ્સ પર મફત ડિલિવરીની સુવિધા પણ આપવામાં આવશે. આ ઉપરાંત 10 લાખથી વધુ વસ્તુઓ માટે સેમ-ડે ડિલિવરીનો વિકલ્પ આપવામાં આવશે. જ્યારે 40 લાખથી વધુ વસ્તુઓ માટે બીજા દિવસે ડિલિવરી કરી શકાય છે.

ક્વિક કોમર્સ પ્લેટફોર્મ વચ્ચે સ્પર્ધા વધી

Amazon Nowની સાથે અન્ય ક્વિક કોમર્સ પ્લેટફોર્મ વચ્ચે પણ સ્પર્ધા વધુ તેજ બનશે. Zepto, Blinkit, Flipkart Minutes અને Swiggy Instamart જેવા ક્વિક કોમર્સ પ્લેટફોર્મ પણ મિનિટોમાં સામાન પહોંચાડી રહ્યા છે. એટલે હવે તમામ કંપનીઓનું ધ્યાન સામાન ગ્રાહક સુધી શક્ય તેટલી ઝડપથી પહોંચાડવા પર છે.

Amazon Now માત્ર 120 શહેરો સુધી મર્યાદિત નહીં રહે

સૌથી ખાસ વાત એ છે કે Amazon Now માત્ર 120 શહેરો સુધી મર્યાદિત નહીં રહે. કંપની હવે 200 નહીં પરંતુ 300 શહેરો સુધી પહોંચવાની તૈયારી કરી રહી છે. સાથે જ લોકો પણ દિવસેને દિવસે ક્વિક કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડાઈ રહ્યા છે.