અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલો ટેરિફ 7 ઓગષ્ટથી લાગૂ કરવામાં આવશે. આ પિરિસ્થિતિમાં સરકાર અને નિકાસકારોએ ટેરિફ સામે લડત આપવાની તૈયારીઓ શરુ કરી છે. ઉદ્યોગ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ખાદ્ય, સમુદ્રી અને કપડા સહિત વિભિન્ન ક્ષેત્રના ભારતીય નિકાસકારોને 25 ટકા ટેરિફ સામે લડત આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
ટેરિફ વોર યથાવત્
મુંબઇમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથે બેઠકમાં કેટલાક નિકાસકારોએ પીએલઆઇ જેવી યોજનાઓની માગ કરી છે. એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, નિકાસકારોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા 25 ટેરિફના કારણે બજારમાં ઉત્પન્ન થનાર સમસ્યાઓ વિશે કહ્યુ છે. મંત્રીએ કહ્યુ છે કે તમામ નિકાસકારો પોતાની સમસ્યાઓ લખીને જણાવે. નિકાસકારોએ કહ્યુ હતુ કે, ભારતમાં વ્યાજના દર 8થી 12 ટકા હોય છે. પ્રતિસ્પર્ધી દેશમાં વ્યાજ દર ખૂબ ઓછા છે. ચીનમાં કેન્દ્રિય બેંકના દર 3.1 ટકા, મલેશિયામાં 3 ટકા, થાઇલેન્ડમાં બે ટકા અને વિયેતનામમાં 4.5 ટકા છે.
વિવિધ ક્ષેત્રમાં મોટી અસર
અમેરિકી ટેરિફના કારણે કપડા ક્ષેત્ર, આભૂષણ ક્ષેત્ર, ઝીંગા ક્ષેત્ર, ચામડાની બનાવટનું ક્ષેત્ર રસાયણ અને વિદ્યુત અને યાંત્રિક મશીનરી સામેલ છે. ભારતના ચામડા અને પરિધાન નિકાસમાં અમેરિકાની ભાગેદારી 30 ટકાથી વધુ છે. ટેરિફના કારણે બજારમાં હલચલ જોવા મળી રહી છે. ભારત રશિયા પાસેથી તેલની ખરીદી કરી છે. તેથી અમેરિકા આ બાબતથી ચિડીયુ છે અને ભારત પર ટેરિફનો બોમ્બ ફેક્યો છે.