ઓક્ટોબર મહિનો તહેવારો અને રજાઓથી ભરેલો રહેવાનો છે. આ વખતનો મહિનો બેંકિંગ સેક્ટર માટે ખાસ મહત્વનો છે. કામકાજ કરનારા કર્મચારીઓ અને સામાન્ય ગ્રાહકોએ બંનેએ થોડું સાવચેત રહેવું પડશે, કારણ કે ઓક્ટોબરમાં કુલ 21 દિવસ બેંકોમાં રજાઓ રહેશે. જો તમે તમારા જરૂરી કામો અગાઉથી પૂરાં નહીં કરો, તો પૈસાં સંબંધિત ઘણા કામ અટકી શકે છે.

શનિ રવિ મળીને કુલ 6 દિવસ બેંક બંધ

આરબીઆઈના હોલીડે કેલેન્ડર મુજબ ઓક્ટોમ્બરમાં પણ બેંકોની 5, 12, 19 અને 26 તારીખ રવિવારને કારણે રજા રહેશે.તો 11,12 અને 25મીએ બીજો અને ચોથો શનિવારને કારણે રજા રહેશે. એટલે કે આ મહિનામાં શનિવાર અને રવિવારને કારણે 6 દિવસ બેન્ક રહેશે બંધ.

રાજ્ય પ્રમાણે રજાઓનુ લિસ્ટ

1 ઑક્ટોબર દશેરા / મહાનવમી – ત્રિપુરા, કર્ણાટક, ઓડિશા, તામિલનાડુ, સિક્કિમ, આસામ, યુપી, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, કેરળ, નાગાલેન્ડ, મેઘાલય

2 ઑક્ટોબર ગાંધી જયંતિ અને દશેરા – આખા દેશમાં બેંક બંધ

3-4 ઑક્ટોબર દુર્ગા પૂજા – સિક્કિમમાં બેંક બંધ

6 ઑક્ટોબર લક્ષ્મી પૂજા – પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં બેંક બંધ

7 ઑક્ટોબર વાલ્મીકી જયંતિ / કુમાર પૂર્ણિમા – કર્ણાટક, ઓડિશા, ચંડીગઢ, હિમાચલ પ્રદેશ

10 ઑક્ટોબર કરવા ચોથ – હિમાચલ પ્રદેશ

18 ઑક્ટોબર બિહૂ પર્વ – આસામ

20 ઑક્ટોબર દિવાળી, નરક ચતુર્દશી, કાલી પૂજા – લગભગ સમગ્ર દેશમાં (મહારાષ્ટ્ર, ઓડિશા, મણિપુર, જમ્મુ-કાશ્મીર, બિહાર સિવાય)

21 ઑક્ટોબર દિવાળી અમાવસ્યા, લક્ષ્મી પૂજન, ગોવર્ધન પૂજા – મહારાષ્ટ્ર, MP, ઓડિશા, મણિપુર, જમ્મુ-કાશ્મીર

22 ઑક્ટોબર બલિપ્રતિપદા, નવું વર્ષ – ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ, યુપી, બિહાર વગેરે

23 ઑક્ટોબર ભાઈબીજ, ચિત્રગુપ્ત જયંતિ – ગુજરાત, યુપી, પશ્ચિમ બંગાળ, મણિપુર, હિમાચલ પ્રદેશ

27-28 ઑક્ટોબર છઠ પર્વ – બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ

31 ઑક્ટોબર સરદાર પટેલ જયંતિ – ગુજરાત

ગ્રાહકો માટે સૂચન

જો તમે ઓક્ટોબર મહિનામાં બેંક સંબંધિત કામો જેવી કે,રોકડ જમા કરાવવી, ચેક ક્લિયર કરાવવો, લોન સંબંધિત દસ્તાવેજી કાર્યવાહી, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા અન્ય શાખા સ્તરના કામ આ બધું કરવા માંગતા હોવ, તો એડવાન્સમાં પ્લાનિંગ કરી લો. જોકે , ઓનલાઇન બેંકિંગ, UPI અને ATM સેવાને અસર નહિ પડે, પણ શાખાઓમાં કામકાજ બંધ રહેશે.