દર વર્ષની જેમ આ વખતે પણ દેશના લોકો બજેટની રાહ જોઈ રહ્યા છે પણ આ વખતે તારીખને લઈને થોડી અસમંજસની સ્થિતિ બનેલી છે, કારણ કે આ વખતે 1 ફેબ્રુઆરીએ રવિવારનો દિવસ છે. સામાન્ય રીતે રવિવારે સરકારી કામગીરી બંધ રહે છે પણ શું દેશનું બજેટ રજૂ કરવા માટે રજાનો દિવસ પસંદ કરવામાં આવશે?
7 જાન્યુઆરીએ યોજાશે મહત્વની બેઠક
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આગામી નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવા માટે તૈયાર છે. મળતી માહિતી મુજબ સરકાર આ વખતે 1 ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે, ભલે તે દિવસે રવિવાર હોય પણ. જો કે આની પણ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ સસ્પેન્સને ખતમ કરવા માટે બુધવારે એક મહત્વની બેઠક યોજાવવાની છે. કેબિનેટ બેઠકમાં સંસદના બજેટ સત્રની તારીખોની સાથે સાથે બજેટ રજૂ કરવાના દિવસ પર પણ અંતિમ મહોર લાગશે. જો સમિતિ રજા આપશે તો તે દેશના ઈતિહાસમાં તે એક તક હશે કે જ્યારે રજાના દિવસે પણ સંસદ ચાલશે અને બજેટ રજૂ કરવામાં આવશે. આ પહેલા પણ વિશેષ પરિસ્થિતિઓમાં સરકારે રવિવારે બજેટ રજૂ કર્યું હતું, જેથી આ કોઈ અસંભવ વાત નથી.
ક્યારે શરૂ થશે બજેટ સત્ર?
બજેટ સત્રના કાર્યક્રમને લઈ જે સંભવિત બ્લુપ્રિન્ટ તૈયાર થઈ છે, તે ખુબ જ રસપ્રદ છે. મળતી માહિતી મુજબ બજેટ સત્રની શરૂઆત 28 જાન્યુઆરીથી થઈ શકે છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાની સાથે થશે. ત્યારબાદ 29 જાન્યુઆરીએ દેશનો આર્થિક સર્વે રજૂ કરવામાં આવી શકે છે, જે અર્થવ્યવસ્થાનું રિપોર્ટ કાર્ડ હોય છે.
ત્યારબાદ 30 અને 31 જાન્યુઆરીએ રજા રહેવાની સંભાવના છે, ત્યારે જો સરકાર 1 ફેબ્રુઆરીની તારીખ પર અડગ રહે છે તો રવિવારના દિવસે દેશને નવું બજેટ મળી શકે છે. આ દિવસ સામાન્ય જનતા માટે ખાસ હશે, કારણ કરે રજા હોવાના કારણે લોકો ઘરમાં બેસીને નાણાપ્રધાનનું સંપૂર્ણ ભાષણ સાંભળી શકશે અને સમજી શકશે કે તેમના ખિસ્સા પર શું અસર પડવાની છે.
આ પણ વાંચો: Campa Sure Brand Ambassador: હવે પાણીની એડમાં દેખાશે અમિતાભ બચ્ચન, અંબાણીએ કરી મોટી જાહેરાત