અર્થવ્યવસ્થાની રીતે જોઇએ તો અમેરિકા મહસત્તા છે. વૈશ્વિક મહાશક્તિ છે જ્યારે ચીન બીજા નંબરે છે. પરંતુ ભારત દુનિયાની બીજી ઇકોનોમી બની ચૂક્યુ છે. કોલસાના ઉત્પાદનમાં ભારત 1085. 1 મિલિયન ટનની સાથે બીજા સ્થાન પર છે. જ્યારે ચીન 4780 મિલિયન ટનની સાથે પહેલા સ્થાને છે. આ મામલે અમેરિકા સહિત અનેક વિકસિત અર્થ વ્યવસ્થાઓ પાછળ છૂટી ગઇ છે.

ભારતની પકડ મજબૂત 

એનર્જી ઇન્સ્ટિટ્યૂટના સ્ટેટિસ્ટિકલ રિવ્યૂ ઓફ વર્લ્ડ એનર્જી 2024 ના અહેવાલ મુજબ ચીનમાં કોલસાનું ઉત્પાદન ભારત કરતા 4 ઘણુ વધારે છે. ભારતને વૈશ્વિક ઉર્જા શક્તિ તરીકે આ અહેવાલમાં સ્વીકારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોલસો વીજળીનો મુખ્ય સ્ત્રોત છે. વૈશ્વિક બજારમાં કોલસા ક્ષેત્રમાં ભારતની મજબૂત પકડ છે.

આ મોટા દેશો પાછળ

ભારત અને ચીન સિવાય ઇન્ડોનેશિયા 836.1 અબજ ટન કોલસા ઉત્પાદન સાથે ત્રીજા નંબરે છે, જ્યારે અમેરિકા 464.6 મિલિયન ટન સાથે ચોથા નંબરે છે. એટલે કે, કોલસા ઉત્પાદનના સંદર્ભમાં ત્રીજા અને ચોથા સ્થાને આવતા દેશો ભારતથી ઘણા પાછળ છે. ઓસ્ટ્રેલિયામાં 462.9 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થઈ રહ્યું છે, જ્યારે રશિયામાં 427.2 મિલિયન ટનનું ઉત્પાદન થઈ રહ્યું છે.

ભારતમાં વધી રહેલુ કોલસાનું ઉત્પાદન એ ભારતની ઔદ્યોગિક ગતિ અને ઉર્જા સુરક્ષાના સંદર્ભમાં સારો સંકેત દર્શાવે છે. આ વાત ચોક્કસ સાચી છે કે પર્યાવરણ અને આબોહવા પરિવર્તનને ધ્યાનમાં રાખીને કોલસાનો ઉપયોગ ઘટાડવા પર વૈશ્વિક ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ કોલસો ઊર્જાની વિશાળ જરૂરિયાત પૂરી કરે છે. ભારત ચોક્કસપણે નવીનીકરણીય ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.