ધર્મગુરુ દલાઇ લામાનો પ્રભાવ આતંરરાષ્ટ્રીય સ્તર પર જોવા મળ્યો છે. ત્યારે મોટા ભાગના લોકો એ જાણવા માંગ છે કે તેમની પાસે કેટલી સંપત્તિ છે. અને તેમના આવક માટેનું સાધન કયુ છે. ચીન શાસન વિરુદ્ધ અવાજ ઉઠાવનાર ધર્મગુરુ દલાઇ લામા નિર્વાસન જિંદગી જીવે છે. તેઓ આ મહિનાની 6 તારીખે 90 વર્ષના થઇ જશે. ચીન શાસન વિરુદ્ધ જ્યારે વિદ્રોહ કરવામાં આવ્યો હતો. તો તેમને મશીન નીચે કચડવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે વર્ષ 1959માં દલાઇ લામાએ ભારતમાં શરણ લીધી હતી.


દલાઇ લામા પાસે કેટલી સંપત્તિ ?

દલાઇ લામા બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં હમણા સુધીના 14માં દલાઇ લામા ગણવામાં આવે છે. દલાઇ લામા તરફથી જો કોઇ નિવેદન આપવામાં આવે છે તો તેમનો પ્રભાવ મોટી પ્રમાણમાં જોવા મળે છે. દલાઇ લામા હાલ ઉત્તરાધિકારીના કારણે ચર્ચાનો વિષય બન્યા છે. દલાઇ લામા જલદી જ પોતાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરી શકે છે. તેઓએ એ વાત પણ જણાવી છે કે, તેમના બાદ પણ આ સંગઠન આવી જ રીતે ચાલતું રહેશે. દલાઇ લામાની સંપત્તિ 15 કરોડ ડોલરની આસપાસ છે. સંપત્તિના મામલે આ આંકડા ચોંકાવનારા છે. જે રીતે દલાઇ લામા જીવન જીવે છે. તેમાં આટલી સંપત્તિ હોવું એક સપના સમાન છે.

કેવી રીતે થાય છે આવક ?

દલાઇ લામા ડોનેશન, સ્પીચ અને પુસ્તકો લખીને વેંચવામાં આવે છે. આ જ તેમનું આવકનું સાધન છે. તેઓ રોયલ્ટીના રૂપે પણ કમાઇ કરે છે. જાહેરાતો અને ફિલ્મોમાં તેમની ઇમેજ વાપરવા પર તેમને રોયલ્ટી આપવામાં આવે છે. દલાઇ લામા માટે આ જ તેમના આવકના સાધનો છે. 

  • Follow us on: