ભારત વિશ્વમાં પ્રવર્તમાન સ્થિતિને જોતા પોતાના સંરક્ષણ ક્ષેત્રને વધુમાં વધુ આત્મનિર્ભર અને મજબૂત બનાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. અને તે દિશામાં ભારતના સંરક્ષણ ક્ષેત્રએ મેળવી છે મોટી સફળતા. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ અંગે મંગળવારે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. જેમાં જણાવ્યું કે ભારત નાણાંકીય વર્ષ 2024-25માં 1.20 લાખ રૂપિયાના સ્વદેશી સૈન્ય ઉપકરણ અને હથિયાર ખરીદવાનું છે. દેશ સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ઝડપથી આગળ વધી રહ્યો છે. એક કાર્યક્મને સંબોધન કરતી વખતે રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સરકાર યુદ્ધ ક્ષેત્રના બદલતા સ્વરૂર, ખાસ કરીને ડ્રેનના ઉપયોગના મહત્વને સારી રીતે જાણે છે. અને તે પ્રમાણે પોતાની સૈન્ય તૈયારીઓ કરી રહ્યું છે.

સ્વદેશી સૈન્ય ઉપકરણોની વધી ખરીદી

રાજનાથ સિંહના જણાવ્યા પ્રમાણે વર્ષ 2021-22માં સ્વદેશી સ્ત્રોતોથી આપણે લગભગ 74,000 કરોડ રૂપિયાના સ્વદેશી સૈન્ય ઉપકરણ ખરીદ્યા હતા. પરંતુ વર્ષ 2024-25ના અંત સુધીમાં તે આંકડો 1.20 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. આ ફેરફાર માત્ર આંકડોનો નથી, માનસિકતાનો પણ છે. રક્ષા મંત્રીએ કહ્યું કે મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં દેશમાં રક્ષા ઉપકરણોની સ્વદેશી ડિઝાઈન, વિકાસ અને નિર્માણને પ્રોત્સાહન આપવા માટે ઘણા મોટા નિતીગત પગલા લીધા અને તે અંતર્ગત હવે સૈન્ય ઉપકરણોની ખરીદીમાં સ્વદેશી સ્ત્રોતોને મહત્વ આપવામાં આવે છે.

ડ્રોન જેવી નોન કોન્ટેક્ટ ટેક્નોલોજીનું વધ્યું મહત્વ

રક્ષામંત્રીના કહેવા પ્રમાણે ભારત સરકાર યુદ્ધના બદલાતા સ્વરૂપથી પૂરી રીતે સજાગ છે. આજનું યુદ્ધ પૂરી રીતે ટેક્નોલોજી આધારિત થઈ ગયું છે. આપણે ઓપરેશન સિંદૂરમાં પણ તેનું પ્રદર્શન જોયું. જેમાં આપણે શીખ્યા કે ડ્રોન, ડ્રોન વિરોધી યુદ્ધ અને એર-ડિફેન્સ સિસ્ટમ્સ જેવા નોન કોન્ટેક્ટ યુદ્ધનું મહત્વ વધી ગયું છે. રાજનાથ સિંહે કહ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવવામાં સંરક્ષણ ક્ષેત્રની ભૂમિકા મહત્વની રહેશે, આ ક્ષેત્રમાં આપણે આત્મનિર્ભરતા મેળવવી પડશે, અને ભારતને આગળ લઈ જવા માટે અત્યાધુનિક ટેક્નોલોજી તરફ આગળ વધવું પડશે.