પેટ્રોલના વધતા ખર્ચથી પરેશાન વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર હવે E85 ફ્યુઅલને મોટાપાયે પ્રોત્સાહન આપવા તૈયારી કરી રહી છે. આ ફ્યુઅલમાં 85 ટકા ઈથેનોલ અને 15 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે, જેના કારણે તેની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં ઓછી રહેવાની શક્યતા છે.


E85 ફ્યુઅલ સામાન્ય પેટ્રોલ કરતાં ઘણું સસ્તુ હશે

આ દિશામાં મહત્વનું પગલું ભરીને મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય કાર વેગનઆરનું ફ્લેક્સ ફ્યુઅલ (Flex Fuel) વર્ઝન રજૂ કર્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે E85 ફ્યુઅલ સામાન્ય પેટ્રોલ કરતાં ઘણું સસ્તુ હશે અને તેનો ઉપયોગ માત્ર E85-સુસંગત વાહનોમાં જ થઈ શકશે.

દેશમાં હાલમાં આશરે 30 કરોડ ટુ-વ્હીલર અને 37 લાખ પેસેન્જર વાહનો

તેમણે જણાવ્યું કે દેશમાં હાલમાં આશરે 30 કરોડ ટુ-વ્હીલર અને 37 લાખ પેસેન્જર વાહનો છે. જો ફ્લેક્સ ફ્યુઅલ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ શરૂ થશે તો ઈથેનોલની માગમાં મોટો વધારો થશે. સરકારના અંદાજ મુજબ નવા વેચાતા વાહનોમાંથી 50 ટકા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો બનશે તો ઇથેનોલની માંગમાં લગભગ 400 કરોડ લીટરનો વધારો થઈ શકે છે.

મુંબઈ-પુણે-નાગપુર કોરિડોરમાં 50થી 100 E85 ફ્યુઅલ સ્ટેશન શરૂ કરાશે

સરકાર E85 ફ્યુઅલની ઉપલબ્ધતા વધારવા માટે પણ આયોજન કરી રહી છે. શરૂઆતમાં દિલ્હી-એનસીઆર અને મુંબઈ-પુણે-નાગપુર કોરિડોરમાં 50થી 100 E85 ફ્યુઅલ સ્ટેશન શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ડિસેમ્બર સુધીમાં તેની સંખ્યા 500 સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. સરકારનું લક્ષ્ય 2027ના અંત સુધીમાં દેશના મુખ્ય શહેરોમાં લગભગ 5,000 E85 ફ્યુઅલ સ્ટેશન સ્થાપિત કરવાનો છે. આ પહેલથી દેશની ઈંધણ આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે તેમજ ખેડૂતો અને ઈથેનોલ ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે.

આ પણ વાંચો : TikTok નો કમાલ, મુકેશ અંબાણીને પણ પાછળ છોડીને આ વ્યક્તિ બન્યો એશિયાનો બીજો સૌથી ધનિક



  • Follow us on: