ED પશ્ચિમ બંગાળથી ઝારખંડ સુધી કોલસા માફિયાઓ સામે શ્રેણીબદ્ધ દરોડા પાડી રહ્યું છે. એજન્સી ગેરકાયદેસર કોલસા ખાણકામ, પરિવહન અને સંગ્રહના સંદર્ભમાં દુર્ગાપુર, પુરુલિયા, હાવડા અને કોલકાતા જિલ્લામાં 24 સ્થળોએ દરોડા પાડી રહી છે.
EDને દરોડામાં શું મળ્યું ?
આ દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ અને સોનું મળી આવ્યું છે. ઝારખંડમાં 18 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ED ટીમ રાંચીથી ધનબન સુધી કોલસા માફિયાઓના ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ પર તસવીરો જોવા મળી રહી છે. જેમાં 500 રૂપિયાની નોટોની બંડલ ભરેલી બ્રીફકેસ અને બેગ સ્પષ્ટપણે દેખાય છે. મોટી માત્રામાં સોનાના દાગીના પણ મળી આવ્યા છે.
ક્યાં પાડવામાં આવ્યા દરોડા?
જે અગ્રણી વ્યક્તિઓના પરિસર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં નરેન્દ્ર ખારકા, યુધિષ્ઠિર ઘોષ, કૃષ્ણ મુરારી કાયલ, ચિન્મયી મંડલ અને રાજકિશોર યાદવનો સમાવેશ થાય છે. સવારે 6 વાગ્યે શરૂ થયેલા આ ઓપરેશનમાં 100 થી વધુ ED અધિકારીઓ સામેલ છે. આ ઓપરેશનમાં રહેણાંક મિલકતો, ઓફિસો, કોક પ્લાન્ટ અને ગેરકાયદેસર ટોલ કલેક્શન બૂથ/ચેકપોસ્ટનો સમાવેશ થાય છે.
ઝારખંડમાં 18 સ્થળોએ કાર્યવાહી
રાંચી પ્રાદેશિક કાર્યાલયની ED ટીમ ઝારખંડમાં 18 સ્થળોએ તપાસ કરી રહી છે. આ ઓપરેશન કોલસા ચોરી અને દાણચોરીના ઘણા મોટા કેસોથી સંબંધિત છે, જેમાં અનિલ ગોયલ, સંજય ઉદ્યોગ, એલ.બી. સિંહ અને અમર મંડલનો સમાવેશ થાય છે. અધિકારીઓના મતે આ કેસોમાં સામૂહિક રીતે કરોડો રૂપિયાના સરકારી મહેસૂલનું નુકસાન થાય છે. આ કાર્યવાહી ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં કોલસા માફિયાઓ સામે એક સંકલિત અને વ્યાપક અભિયાન છે.
https://twitter.com/ANI/status/1991787117878653255