લાઇફટાઇમ પેન્શન મેળવવા માટે 10 વર્ષની નોકરી અને 58 વર્ષની ઉંમર હોવી જરુરી છે.
બચત અને વૃદ્ધાવસ્થાનો મોટો સહારો એટલે પીએફ
જો તમે 50 વર્ષની ઉંમરે પેન્શન લો છો તો તમને પેન્શનની રકમમાં ઘટાડો જોવા મળશે. તો 10 વર્ષ પહેલા નોકરી છોડ્યા પર માસિક પેન્શન નથી મળતી. પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનાર દરેક વ્યક્તિ પોતાની સેલેરી સ્લીપમાં પીએમની રકમ અંગે માહિતી મેળવે છે. પાસબુકમાં પીએફનું વ્યાજ અને મૂળ રકમ જોવા મળે છે. પરંતુ પેન્શન માટેની કોલમ હમેંશા મુંઝવણમાં મુકે છે. EPFOની આ યોજના બચત જ નહીં પણ વૃદ્ધાવસ્થામાં મોટો સહારો ગણવામાં આવે છે.
પેન્શન મેળવવા માટેની બે મોટી શરતો
1. પેન્શનના હકદાર બનવા માટે EPFOના નિયમો અને શરતો જાણી લેવા મહત્ત્વના છે. જેના વિના માસિક પેન્શનનો લાભ નહીં મળે. સૌથી પહેલા મહત્ત્વનો ભાગ એ છે કે, 'પેન્શન યોગ્ય સેવા'ના 10 વર્ષ પૂર્ણ કરવા જરુરી છે. નોકરીના વર્ષ ગણવાના પ્રકાર અલગ છે. જો તમે નોકરી છોડી અને પેન્શન ઉપાડી લીધુ તો તે પેન્શન સર્વિસમાં નહીં ગણાશે. પેન્શન યોજના ત્યારે જ ગણાશે જ્યારે તમે જુનુ પેન્શન નવી કંપનીમાં ટ્રાન્સફર કરશો.
2. બીજી શરત એ છે કે, પૂર્ણ પેન્શન મેળવવા માટે કર્મચારીની ઉંમર 58 વર્ષ હોવી જરુરી છે. એટલે 10 વર્ષની જમા પૂંજી અને 58 વર્ષની ઉંમર આ બન્ને મળીને જ તમને લાઇફટાઇમ પેન્શન મળવા પાત્ર બનશે.
પગારમાંથી કપાનારા પૈસા પીએફ ફંડમાં કેવી રીતે પહોંચે છે ?
લોકો માને છે કે, તેમનો સંપૂર્ણ PF કપાત તેમના ખાતામાં જમા થઈ જાય છે. પરંતુ ગણિત થોડું અલગ છે. તમારા એમ્પ્લોયર દ્વારા તમારા PFમાં અપાતા યોગદાનનો 8.33% કર્મચારી પેન્શન યોજનામાં જાય છે. જોકે, આ યોગદાન તમારા સંપૂર્ણ પગાર પર આધારિત નથી. પરંતુ સરકાર દ્વારા નિર્ધારિત પગાર મર્યાદા પર આધારિત છે. આ જ કારણ છે કે મહિને લાખો રૂપિયા કમાતા કર્મચારીઓ પણ ચોક્કસ મર્યાદાથી વધુ પેન્શન મેળવી શકતા નથી. આ પૈસા સીધા તમારા હાથમાં આવતા નથી.
આ પણ વાંચોઃ Nepal Election News: હાઇ પ્રોફાઇલ ઝાપા મત વિસ્તારમાંથી નક્કી થશે પીએમ, જાણો કોનું પલડું છે ભારે?
