ભારતીય સેનાએ પર્યાવરણ અને આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. લદ્દાખના ચુશુલમાં દુનિયાની સૌથી ઉંચી જગ્યા પર ગ્રીન હાઈડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટ ભારતના સરહદી ગામડાઓને સ્વચ્છ ઊર્જા આપવાની દિશામાં સેનાનું મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રોજેક્ટ NTPCના સહયોગથી બનાવવામાં આવ્યો છે.
24 કલાક સૈનિકોને સ્વચ્છ વીજળી મળશે
ચુશુલ લદ્દાખમાં દરિયાઈ સપાટીથી 14,500 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. આ દુનિયાનો સૌથી ઉંચો ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ છે. તેની મુખ્ય વિશેષતાઓ ઘણી છે, જેમ કે સોલર પેનલ્સથી વીજળી બનાવીને પાણીથી હાઈડ્રોજન ગેસ કાઢવામાં આવશે. આ નાનું પાવરગ્રિડ છે, જે 24 કલાક સૈનિકોને સ્વચ્છ વીજળી આપશે. પહેલા ડીઝલ જનરેટર ચાલતા હતા, હવે હાઈડ્રોજનથી વીજળી બનશે. દર વર્ષે 1500 ટન CO2 ઉત્સર્જન ઓછું થશે. -40 ડિગ્રી ઠંડી, વધારે પવન અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવા પર પણ આ સિસ્ટમ કામ કરશે. આ પ્રોજેક્ટ સેનાની સસ્ટેનેબિલિટી, મજબૂતી અને સેલ્ફ રિલાયન્સની પ્રતિબદ્ધતાને બતાવે છે.
