દેશના ગુડસ એન્ડ સર્વિસ ટેક્સનું કલેક્શન ડિસેમ્બર 2025માં ગયા વર્ષની તુલનામાં 6.1 ટકાનો વધારો થઈને 1.74 ટ્રિલિયન થઈ ગયું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ડિસેમ્બર 2025માં ગ્રોસ જીએસટી કલેક્શન 6.1 ટકા વધીને 1.74 લાખ કરોડ રૂપિયાથી વધારે થઈ ગયું છે. જો મોટા ટેક્સ ઘટાડા બાદ જ ઘરેલુ વેચાણથી રેવેન્યુમાં ધીમી ગ્રોથનું કારણ બન્યું.


ડિસેમ્બર 2024માં જીએસટી રેવેન્યુ 1.64 લાખ કરોડરથી વધારેનું થયું હતું. ઘરેલુ ટ્રાન્ઝેક્શનથી ગ્રોસ રેવેન્યુ 1.2 ટકા વધીને 1.22 લાખ કરોડ રૂપિયાથી વધારેનું થઈ ગયું, જ્યારે ડિસેમ્બર 2025 દરમિયાન ઈમ્પોર્ટેડ સામાનથી રેવેન્યુ 19.7 ટકા વધીને 51,977 કરોડ રૂપિયા થઈ ગયું.

375 વસ્તુઓ પર જીએસટી દર ઓછા કરવામાં આવ્યા

ડિસેમ્બરમાં રિફંડ 31 ટકા વધીને 28,980 કરોડ રૂપિયા થઈ ગયું છે. નેટ જીએસટી રેવન્યુ રિફંડ એડજસ્ટ કર્યા બાદ 1.45 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું, જે દર વર્ષે 2.2 ટકા વધારે છે. ગયા મહિને સેસ કલેક્શન ઘટીને 4,238 કરોડ રૂપિયા થઈ ગયું, જ્યારે ડિસેમ્બર 2024માં આ 12,003 કરોડ રૂપિયા હતું. 22 સપ્ટેમ્બર 2025થી લગભગ 375 વસ્તુઓ પર જીએસટી દર ઓછા કરવામાં આવ્યા, જેનાથી સામાન સસ્યો થઈ ગયો, સાથે જ હવે કમ્પેનસેશન સેસ માત્ર તમાકુ અને સંબંધિત પ્રોડક્ટસ પર લગાવવામાં આવે છે, જ્યારે પહેલા આ લગ્ઝરી, સિન અને ડીમેરિટ ગુડ્સ પર લાગતો હતો. GST દરમાં ઘટાડાની અસર રેવેન્યુ કલેક્શન પર પડી છે.

નવેમ્બરમાં ઘણા રાજ્યના કલેક્શનમાં થયો હતો વધારો

દેશમાં નવેમ્બર મહિનામાં જીએસટી રેટ કટમાં પોઝિટિવ પ્રભાવ જોવા મળ્યો છે. નવેમ્બરેમાં ગ્રોસ જીએસટી કલેક્શન 0.7 ટકાથી વધીને 1.70 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. નવેમ્બર 2024માં ગ્રોસ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 1.69 લાખ કરોડ રૂપિયા હતું. જો કે આ વર્ષે તેમાં વધારો થયો છે. નવેમ્બર મહિનામાં ગયા વર્ષની સરખામણીમાં ના માત્ર દેશના ઓવર ઓલ કલેક્શનમાં વધારો થયો હતો પણ દેશના મોટા રાજ્યોના પણ કલેક્શનમા વધારો થયો હતો. હરિયાણાનું કલેક્શન 17 ટકા, કેરળનું કલેક્શન 8 ટકા અને અસમનું કલેક્શન 18 ટકા વધ્યું હતું. આ સિવાય ગુજરાત, તમિલનાડુનું કલેકશન 1-2 ટકા વધ્યું હતું.

આ પણ વાંચો: જયશંકરના હાથ મિલાવવાથી PAK ઉત્સાહિત,પોતાની જ પીઠ થપથપાવી


  • Follow us on: