ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઇમાં એશિયા કપ 2025 ફાઇનલ રમાઇ. ભારતીય ટીમ એ મેચ 5 વિકેટથી જીતી. આ મેચમાં જસપ્રીત બુમરાહે હારિસ રઉફને ક્લિન બોલ્ડ કર્યો. જે બાદ સેલિબ્રેશન કરવામાં આવ્યું તે ચર્ચામાં છે. કારણ કે બુમરાહે રઉફને ઓકાત બતાવીને ભર્યા મેદાનમાં તેની મજાક ઉડાવી. જેની પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂની પ્રતિક્રિયા સામે આવી છે.

ભારત હંમેશા પાકિસ્તાન પર જીત મેળવી 

રિજિજુએ રઉફને આઉટ કર્યા પછી બુમરાહના હાવભાવનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. પોસ્ટ શેર કરતા રિજિજુએ કેપ્શનમાં લખ્યું હતું કે પાકિસ્તાન આ સજાને પાત્ર હતું. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ત્રણ વખત ટકરાયા હતા. અને દરેક વખતે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ કટ્ટર હરીફ ટીમ પર ભારે પડી હતી. રસપ્રદ વાત એ છે કે, ત્રણેય મેચમાં આક્રમકતા અને વિવાદ જોવા મળ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારત વિરુગ્ધ પાકિસ્તાનની ટીમના શરમજનક પ્રદર્શન બાદ પણ ખેલાડીઓનો ઘમંડ યથાવત રહ્યો. પાકિસ્તાની ટીમ તેની રમત માટે નહીં, પરંતુ તેની બાલિશ અને આપત્તિજનક હરકતો માટે ચર્ચામાં રહી.

https://twitter.com/KirenRijiju/status/1972369589003862076

હારિસે ઉડાવેલી મજાકનો  બુમરાહે આપ્યો જવાબ 

ભારત સામેની સુપર 4 મેચ દરમિયાન, સાહિબજાદા ફરહાન અને હરિસ રૌફે મેદાન પર વિવાદાસ્પદ અને અપમાનજનક ઇશારા કર્યા હતા. રૌફે મેચ દરમિયાન ઘણી વખત ચાહકો તરફ જોયું અને આંગળીઓથી 6-0 નો સંકેત આપ્યો. તેણે વિમાન ઉડાડવા જેવો ઇશારો પણ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર બુમરાહની પ્રતિક્રિયા ટ્રેન્ડમાં 

બુમરાહે પાકિસ્તાનને અરીસો બતાવીને હારિસની કરતૂતોનો જડબાતોડ જવાબ આપ્યો. તેમણે જ્યારે હારિસને ક્લિન બોલ્ડ કર્યો ત્યાર બાદ બુમરાહે પણ હાથથી વિમાનનો ઇશારો કર્યો અને હારિસને તેની પોતાની કરતૂતો પર જ ચીડવતા જોવા મળ્યા. ઇરફાન પઠાણએ પણ હારિસની મજાક ઉડાવી. સોશિયલ મીડિયા પર પણ બુમરાહનો આ પ્રકારનો ઇશારો કરવા ટ્રે્ન્ડ બની રહ્યું છે.