ચીનના પ્રવાસીઓ માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર 5 વર્ષ બાદ ચીનને પ્રવાસી વિઝા આપવા જઇ રહી છે. 24 જુલાઇ 2025ના રોજ ફરી આ પ્રક્રિયા શરુ કરવામાં આવશે. બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી આપી હતી. માર્ચ 2020માં કોવિડની મહામારી બાદ કોરોના સંક્રમણ રોકવા માટે ભારતે પ્રવાસી વિઝા અનિશ્ચિત સમય સુધી રોકી દીધા હતા. જે બાદ ચીનના નાગરિકો માટે વિઝા સેવા બંધ કરવામાં આવી હતી.
અરજી માટે મહત્ત્વના દસ્તાવેજો
દુતાવાસે સ્પષ્ટ કર્યુ છે કે, બેઇજિંગ સ્થિત ભારતીય વિઝા કેન્દ્રમાં પાસપોર્ટ વાપસી માટે અરજીઓ કરવાની રહેશે. આ દરમિયાન 'પાસપોર્ટ વિધડ્રોલ લેટર' અનિવાર્ય રહેશે. કોરોના મહામારી અને વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચેના હિંસક આંદોલનોના કારણે બન્ને દેશના સંબંધો વણસ્યા હતા. પરંતુ સમય જતા ચીને ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવાનું શરુ કર્યુ હતુ. પરંતુ સાથે જ યાત્રા-પ્રવાસમાં પ્રતિબંધ લાદ્યો હતો.
કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન સીધી ફ્લાઇટ
ગલવાન ઘાટીની ઘટના બાદ ભારત-ચીન એકબીજાના દુશ્મન બન્યા હતા. બંન્ન દેશના સંબંધો વર્ષ 1962ના યુદ્ધ બાદ આટલી હદે ખરાબ થયા હતા. પરંતુ રાજનૈતિક પ્રવાસ દરમિયાન સેનાએ પણ પીછેહઠ કરી હતી. પૈંગોંગ ઝીલ, ગલવાન અને હૉટ સ્પ્રિંગ્સ જેવા કેટલાય તણાવગ્રસ્ત વિસ્તારમાંથી સેનાએ પીછેહઠ કરી હતી. ઓક્ટોબર 2024માં દેપસાંગ અને ડેમચોક ક્ષેત્રોમાંથી પણ સેનાઓ હટાવવા માટે કરાર કરવામાં આવ્યા હતા. તેના થોડા દિવસ બાદ પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની રશિયાના કઝાનમાં બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન દ્વિપક્ષીય સંબંધો પર મહત્ત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. ભારત અને ચીન હવે બન્ને દેશ ઇચ્છે છે કે, જનતા વચ્ચે સંબંધો વધે. જેના માટે સીધી ફ્લાઇટની પણ યોજના તૈયાર કરવામાં આવી છે. કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન સીધી ફ્લાઇટ શરુ કરવા માટે પણ ચીને ભલામણ કરી છે. કોરોનાનાન 5 વર્ષ બાદ કૈલાશ માનસરોવર યાત્રા શરુ કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોવા મળે છે.