ભારત-EU વચ્ચે કરારનું આદાન-પ્રદાન કરાયુ છે. ભારતે 27 દેશ સાથે FTA કર્યુ છે.

ભારત-EU વચ્ચે મોટો વેપાર કરાર

ભારત અને યૂરોપીય સંઘ વચ્ચે ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે. 16માં ભારત-EU શિખર સંમેલનમાં વેપાર, સુરક્ષા અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રોમાં કરાર કરવામાં આવ્યા છે. આ સહયોગના કારણે બન્ને દેશને વિવિધ ક્ષેત્રે મજબૂતી મળશે. આજે જાહેરાત કર્યા બાદ થોડા મહિનામાં તમામ નવા નિયમો લાગૂ કરવામાં આવશે. પીએમ મોદીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતુ કે, EUના નેતા પ્રથમવાર ભારતના ગણતંત્ર દિવસની ઉજવણીમાં ઉપસ્થિતિ રહ્યા છે. તે બન્ને દેશો માટે નવા અધ્યાયની શરુઆત છે.

EUએ કરાર મામલે વિશ્વાસ કર્યો પ્રગટ

હૈદરાબાદ હાઉસમાં સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન ભારત અને EUએ કરાર મામલે વિશ્વાસ પ્રગટ કર્યો હતો. અને સંયુક્ત રીતે બન્ને દેશમાં શાંતિ, સ્થિરતા અને સહયોગ માટે મજબૂતી મળશે તે માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વર્તમાન સ્થિતિમાં ભારતના વૈશ્વિક સ્તર અને માહોલ અંગે દુનિયામાં સુરક્ષા મજબૂત કરવું એ મહત્ત્વનું પાસુ છે. જે આ કરાર દ્વારા કારગર થશે તેમ પીએમ મોદીએ પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ.

ઉર્સુલા વોન ડેરે માન્યો આભાર

EU આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેરે પણ પત્રકાર પરિષદ દરમિયાન પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારત દ્વારા કરાયેલા ઉષ્માભર્યા સ્વાગતને તેઓ હમેંશા યાદ રાખશે તેમ કહ્યુ હતુ. કરાર દ્વારા યુવાઓને નોકરી મળશે. અને ભારત તથા યુરોપ નવી સિદ્ધીઓ સર કરશે તેવો વિશ્વાસ EU આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેરે વ્યક્ત કર્યો હતો. ભારત જે રીતે આગળ વધી રહ્યુ છે તે જોઇને યુરોપ ખુશ હોવાનું EU આયોગના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેરે જણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Pakistanમાં સત્ય બોલવાની સજા મળી છે વકીલ દંપત્તિને, જાણો શું છે ગુનો?