આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં ફરી એકવાર ભારતની વધતી જતી તાકાત દર્શાવવામાં આવી છે. તાજેતરના IMF WEO રિપોર્ટમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2025-26 માં ભારત 6.6 ટકાના દરે વૃદ્ધિ કરશે. આ તેજી સાથે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. IMF એ પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતના અર્થતંત્રમાં થયેલા વિકાસને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ બહાર પાડ્યો છે.

ટેરિફની થશે અસર ? 

યુએસ સરકારે ભારત પર ભારે ટેરિફ લાદ્યા છે. આમ છતાં, રિપોર્ટમાં આશા વ્યક્ત કરવામાં આવી છે કે ભારતીય અર્થતંત્ર પર યુએસ ટેરિફની અસર સંતુલિત થશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતનો વિકાસ ચીનના 4.8 ટકા કરતા વધુ ઝડપી રહેશે. જોકે, IMF એ 2026 માટે વિકાસ દર થોડો ઘટાડીને 6.2 ટકા કર્યો છે.

શું કહે છે IMF REPORT? 

1. IMF રિપોર્ટમાં ભારતનો વિકાસ દર 6.6 ટકા રહેવાનો અંદાજ છે. જોકે, આ વિકાસ દર 2026 માં 6.2 ટકા કરવામાં આવ્યો છે. IMF ને અપેક્ષા છે કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસ ધીમે ધીમે ઘટશે. 2024માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ 3.2 ટકા અને 2026માં 3.1 ટકા રહેવાનો અંદાજ છે. આનો અર્થ એ થયો કે 2026માં પણ ભારતનો વિકાસ દર અન્ય દેશો કરતા વધારે રહેવાની શક્યતા છે.

2. IMF તેના અહેવાલમાં જણાવે છે કે વિકસિત અર્થતંત્રોનો સરેરાશ વિકાસ દર 1.6 ટકા રહેવાનો અંદાજ છે અને ઉભરતા અર્થતંત્રોનો સરેરાશ વિકાસ દર 4.2 ટકા રહેવાનો અંદાજ છે. 2026માં ઉભરતા અર્થતંત્રોનો વિકાસ દર થોડો ઘટી શકે છે, જે 0.2 ટકાની આસપાસ રહેવાની શક્યતા છે.

3.. વિકસિત અર્થતંત્રોમાં સ્પેન સૌથી ઝડપી વિકાસ દર 2.9 ટકા સાથે કરશે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ 1.9 ટકાના દરે વૃદ્ધિ કરશે. બ્રાઝિલ 2.4 ટકા, કેનેડા 1.2 ટકા અને જાપાન 1.1 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે.