ભારત સરકારે સ્પષ્ટ કર્યુ છે કે, અમેરિકાથી ઘઉં, ચોખા, દૂધ-દહીંની આયાત નહી કરે. આ કરારમાં એરોપ્લેન, તેલ અને ટેક્નોલોજી સામેલ છે.
કેન્દ્ર સરકારની સ્પષ્ટતો
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી મામલે મોટી માહિતી સામે આવી છે. બન્ને દેશ વચ્ચે $50 હજાર કરોડની 'મહાડીલ' નક્કી કરવામાં આવી છે. ભારત સરકાર પોતાની શરતો પર યથાવત્ છે. આ મેગા ડીલમાં ખેડૂતોની સુરક્ષા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ખેડૂતોના પાકને નુકસાન ન પહોંચે તે માટે ધ્યાન રાખવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યુ છે કે, ભારત અમેરિકા સાથેની મિત્રતાના પગલે પોતાના દેશના ખેડૂતોને નુકસાન નહી પહોંચાડે.
ખેડૂતો માટે રાહતના સમાચાર
ભારત અમેરિકા વેપાર કરારમાં સૌથી વધુ કૃષિ ક્ષેત્રે પર સૌ કોઇનું ધ્યાન હતુ. ભારતે ઘઉં, ચોખા, સોયાબીન, મકાઇ અને દૂધ-દહીની વસ્તુઓને ટ્રેડ ડીલની બહાર રાખવાનું નક્કી કર્યુ છે. અમેરિકા સબ્સિડીવાળા માર્ગે કૃષિ ઉત્પાદન અને ડેરી આઇટમ ભારતના બજારમાં નહીં પ્રવેશે. જો આવુ થાય છે તો, ભારતના ખેડૂતો અને ડેરી ઉત્પાદનો સાથે સ્પર્ધા કરવું મુશ્કેલ થઇ જશે. સરકાર તેને 'રેડ લાઇન' માને છે. આ સીમા ઓળંગવી ન જોઇએ. આ ડીલ સ્થાનિક અર્થતંત્ર માટે કવચ સમાન છે.
ટ્ર્મ્પના દાવામાં કેટલી હકીકત ?
રાજનીતિમાં નિવેદનો અને હકીકતો વચ્ચે હમેંશા અંતર જોવા મળે છે. આ ડીલમાં પણ કંઇક આવુ જ હતુ. ડોનાલ્ડ ટ્ર્મ્પ અને તેમના તંત્રના કેટલાક અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ભારત તેમના કૃષિ બજાર અમેરિકા માટે ખોલશે. આ દાવા બાદ ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા હતા. પરંતુ હવે ચિત્ર સ્પષ્ટ થયુ છે કે, ભારત ખેડૂતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ છે કે, આ કરારનો અર્થ આયાત-નિકાસમાં તેજી લાવવાનો છે. ન કોઇ સ્થાનિક બજારને નુકસાન પહોંચાડવાનો છે.
આ પણ વાંચોઃ Saudi Arabiaમાં રાજકીય હલચલની વચ્ચે Mohammed Bin Salman પાસે સત્તાનું સુકાન, જાણો શું છે મામલો?
