ટ્રેડ ડીલના કારણે ભારતવાસીઓને રોજગારની તક ઉપલબ્ધ થશેઃ પીયૂષ ગોયેલ
પીયૂષ ગોયલનું મોટું નિવેદન
ટ્રેડ ડીલ પર વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયેલે માહિતી આપી હતી. આ ટ્રેડ ડીલના કારણે ભારતને ભવિષ્યમાં સારો ફાયદો થશે. દેશ હિતને ધ્યાનમાં રાખીને ટ્રેડ ડીલ કરાઇ છે. ભારત-અમેરિકાના મેગા-ડીલથી દેશનો ચહેરો બદલાઈ જશે. પીયૂષ ગોયેલે વધુમાં કહ્યુ હતુ કે, આ ડીલ પર પ્રક્રિયા ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ભારત અમેરિકાના વેપાર સોદા પર નિવેદન આપતા કહ્યુ હતુ કે, આ સોદો ઐતિહાસિક છે.
ભારતના મજબૂત ભવિષ્યમાં ઉમેરોઃ પીયૂષ ગોયલ
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત અમેરિકાના વેપાર સોદાને મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે આ પગલું ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે અને દેશના નાગરિકો માટે અસંખ્ય તકો લાવશે. ભારતના મજબૂત ભવિષ્યમાં ઉમેરો કરતો આ સોદો ગઈકાલે રાત્રે પૂર્ણ થયો હતો. ભારત અને અમેરિકાએ મોટા વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ, અમેરિકાએ ભારતીય સામાન પર ટેરિફ ઘટાડીને 18 ટકા કર્યો છે.
ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશેઃ પીયૂષ ગોયલ
ભારત અને અમેરિકાએ મોટા વેપાર કરાર મામલે બન્ને દેશનો જલદી જ સંયુક્ત નિવેદન બહાર આવશે. પીયૂષ ગોયલે વધુમાં કહ્યુ હતુ કે, આ ડીલના કારણે MSME સેક્ટરમાં ઘણા ફાયદા થશે. તેમણે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના વેપાર કરારથી ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. તેમણે 1.4 અબજ ભારતીયોને અભિનંદન આપ્યા અને આ કરાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો હતો.
આ પણ વાંચોઃ 'ગાઝા પીસ ઓફ બોર્ડ'ની રચના વચ્ચે પેલેસ્ટાઇનમાં રાજકીય જાહેરાત, 1 નવેમ્બરે યોજાશે ચૂંટણી
