ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. પરંતુ રશિયાએ આ વાતને ફગાવી દીધી છે.
આગામી દિવસોમાં પ્રક્રિયા કરાશે પૂર્ણ
અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પારસ્પરિક ટેરિફ ઘટાડીને 18% કર્યો છે. આ ટેરિફ એપ્રિલ 2025 સુધી લાદવામાં આવ્યો હતો. ટ્રમ્પે ઓગસ્ટમાં રશિયન તેલની ખરીદી પર 25% દંડ ટેરિફ પણ લાદ્યો હતો. ભારતમાં યુએસ રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે, ભારત અને યુએસ વચ્ચે વેપાર કરારને અંતિમ સ્વરૂપ અપાયુ છે. આગામી દિવસોમાં ફક્ત કેટલાક કાગળો પર હસ્તાક્ષર કરવાની જરૂર છે.
1. શું ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે?
ટ્રમ્પે કહ્યું છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. જોકે, તેમણે અન્ય વેપાર કરારોની સ્થિતિ સ્પષ્ટ કરી નથી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, પીએમ મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા છે. ભારત હવે અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદશે. વધુમાં, વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાની શક્યતા પર પણ ચર્ચા કરાઇ હતી.
2. બ્રિક્સ ચલણ યોજનાને આંચકો?
બ્રિક્સ દેશો લાંબા સમયથી ડોલર પરની તેમની નિર્ભરતા ઘટાડવા અને પોતાનું સામાન્ય ચલણ બનાવવાની વાત કરી રહ્યા છે. ચીન આ પ્રયાસમાં મોખરે રહ્યું છે અને યુઆનને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે. જો કે, આને અન્ય બ્રિક્સ સભ્યો તરફથી સમર્થન મળવાની શક્યતા નથી.
3. શું દક્ષિણ આફ્રિકા પણ અમેરિકા અને યુરોપિયન યુનિયનની નજીક ?
ભારતની જેમ, દક્ષિણ આફ્રિકા પણ અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે વેપાર સોદો કરવાની તૈયારી કરી રહ્યું છે. 12 જાન્યુઆરીએ, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે આફ્રિકન ગ્રોથ એન્ડ ઓપોર્ચ્યુનિટી એક્ટના ત્રણ વર્ષના વિસ્તરણને મંજૂરી આપી. આ કાયદો 32 દેશોના 1,800 થી વધુ ઉત્પાદનોને ટેરિફ-મુક્ત ઍક્સેસ પ્રદાન કરે છે. આ કાયદા પર સેનેટ મતદાન થવાની અપેક્ષા છે. ત્યારબાદ તે ટ્રમ્પ પાસે તેમના હસ્તાક્ષર માટે જશે.
4. ભારતમાં BRICS બેઠક: કયા મુખ્ય નિર્ણયો લેવાશે ?
2026માં ભારતમાં BRICS સમિટ યોજાવાની છે. ભારતે 1 જાન્યુઆરી 2026 ના રોજ બ્રાઝિલથી BRICS પ્રમુખપદ સંભાળ્યું છે. PM મોદીએ રિયો ડી જાનેરોમાં 17માં BRICS સમિટમાં કહ્યું હતું કે, તેઓ BRICSને ફરીથી આકાર આપશે. જો કે, હવે જ્યારે અમેરિકા સાથે વેપાર કરાર થયો છે. ત્યારે ભારત માટે BRICSની અંદર ક્રાંતિકારી નિર્ણયો લેવા મુશ્કેલ બનશે. ભારતે અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે સંબંધો સુધારવા માટે સંતુલન બનાવવું પડશે.
આ પણ વાંચોઃ India US Trade Deal: એક દેશ પર નિર્ભરતા ઓછી થશે અને ભાવ વધુ સ્થિર રહેશે, બજારની અનિશ્ચિતતા થશે દૂર
