સુત્રોના જણાવ્યા અનુસાર, દેશભરમાં ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે.
ફ્લાઇટ રદ્દ કરવાનો સિલસિલો હજુ યથાવત્
દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગોમાં ગુરુવારે સતત ત્રીજા દિવસે પણ ઓપરેશનલ સમસ્યાઓ ચાલુ છે. 550થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઇન્ડિગોએ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયને જાણ કરવામાં આવી છે કે, તે 8 ડિસેમ્બરથી તેની ફ્લાઇટ કામગીરી ઘટાડશે અને 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં સંપૂર્ણપણે સ્થિર કામગીરી ફરી શરૂ કરશે. સૌથી વધુ દિલ્હી, મુંબઇ અને બેંગ્લુરુમાં ફ્લાઇટ રદ્દ કરાઇ છે. આ ત્રણેય શહેરોમાં 350થી વધુ ફ્લાઇટ રદ્દ કરાઇ છે. ફ્લાઇટ રદ્દ કરવાનો સિલસિલો હજુ યથાવત્ છે.
યાત્રીઓને ભારે હાલાકી વેઠવાનો વારો
દેશની સૌથી મોટી એયરલાઇન્સ ઇન્ડિગોમાં ઓપરેશનની સમસ્યા સતત ત્રીજા દિવસે પણ જોવા મળી રહી છે. એયરલાઇન્સની 550થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. ફ્લાઇટ ઉડાનમાં મોડું અને રદ્દ થવાના કારણે યાત્રીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અને એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો કરી વિરોધ નોંધાવ્યો છે. ગુરુવારના રોજ દિલ્હી એરપોર્ટથી 172 ફ્લાઇટ સહિત અન્ય એરપોર્ટ પર 550થી વધુ ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. એરપોર્ટ પર 118 ફ્લાઇટ રદ્દ કરાઇ છે. બેંગ્લુરુમાં 110, હૈદરાબાદમાં 75, કોલકાતામાં 35, ચેન્નઇમાં 26 અને ગોવામાં 11 ફ્લાઇટ રદ્દ કરાઇ છે.
શું છે સમસ્યા ?
ઇન્ડિગોએ ડીજીસીએને જણાવ્યુ છે કે, 8 ડિસેમ્બરથી તેની ફ્લાઇટ કામગીરી ઘટાડશે અને 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં સંપૂર્ણપણે સ્થિર કામગીરી ફરી શરૂ કરશે.ઇન્ડિગોમાં આવી રહેલી સમસ્યાને જોઇને ડીજીસીએએ વિમાન કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ડીજીસીએએ નિવેદનમાં કહ્યુ હતુ કે, ઉડાણ ડ્યુટી મર્યાદાઓ માનદંડોના બીજા તબક્કામાં કાર્યાન્વયનમાં ખોટા નિર્ણયો અને યોજનાગત અંતરાલના કારણે ફ્લાઇટ વ્યવસ્થામાં અસુવિધા વર્તાઇ છે.
આ પણ વાંચોઃ Sushma swarajના પતિ અને વરિષ્ઠ વકીલ Swaraj Kaushalનું નિધન, પુત્રી બાંસુરી સ્વરાજે લખી ભાવુક પોસ્ટ
