મે 2025ની તુલનામાં જૂન 2025ની કોર ઇન્ફ્લેશનમાં 72 બેસિસ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી 2019 પછી સૌથી ઓછી મોંઘવારી નોંધાઇ છે. જૂન સતત બીજો મહિનો રહ્યો છે કે જેમાં મુદ્રાસ્ફીતિ 3 ટકાથી નીચે રહ્યો હતો. છૂટક ફુગાવો મે મહિનામાં 2.82 ટકા અને જૂન 2024ના 5.08 ટકાથી પણ ઓછી રહી હતી. ભારતીયો માટે મોંઘવારી ઓછી થતાં ખુશીનો માહોલ છે. પહેલા મોંઘવારી અને પછી રિટેલ મોંઘવારીમાં ઘટાડો થતાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.


શું કહે છે સરકારી રિપોર્ટ

સરકારી રિપોર્ટ મુજબ, ખાદ્ય કિંમતોમાં અને અનુકુલ આધાર પ્રભાવોના કારણે જૂનમાં ભારતનો છૂટક ફુગાવો 6 વર્ષના સૌથી નીચા સ્તરે જોવા મળ્યો છે. 2.10 ટકા સુધી આ મોંઘવારીનું સ્તર નીચે ગયુ છે. આ સતત પાંચમો મહિનો છે કે જેમાં મોંઘવારી RBIના માધ્યમથી અવધિના લક્ષ્ય 4 ટકા સુધી નીચે છે. અને સતત 8માં મહિને સેન્ટ્રલ બેંકના 6 ટકા ઉપરી ટોલરેંસ બેંડના નીચે રહ્યુ છે. આ રિપોર્ટમાં જણાવાયુ છે કે, મે 2015ની તુલનામાં જૂન 2025ની કોર ઇન્ફ્લેશનમાં 72 બેસિસ પોઇન્ટનો ઘટાડો જોવા મળે છે.

જનતામાં ખુશીનો માહોલ

આ આંકડાઓ આરબીઆઇની એમપીસી દ્વારા રેપો દરમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. જેમાં 5.5 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ સતત ત્રીજી વાર ઘટાડો કરવામાં આવશે. નીતિગત વલણને ન્યૂટ્રલ કરવામાં આવ્યો હતો. કે જેના કારણે ભવિષ્યમાં ડેવલપમેન્ટ અને મોંઘવારી માટે સ્પષ્ટ દ્રષ્ટીકોણ દર્શાવી શકાય. RBIએ જણાવ્યુ છે કે, મોંઘવારીનું પૂર્વાનુમાન સામાન રૂપથી સંતુલિત છે. આગામી મહિનાઓમાં પ્રાઇસ પ્રેશરમાં વધુ કમી આવવાના અનુમાન છે. 

  • Follow us on: