મમરા બદામ જે અગાઉ 2 હજાર રૂપિયા કિલો હતી. જે આજે 2400 રૂપિયે કિલો વેંચાઇ રહી છે. ઇરાની પિસ્તા 1400 રુપિયાથી વધીને 1700 રુપિયા સુધી પહોંચ્યો છે. જો ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શાંત નહી થાય તો વસ્તુઓની કિંમતમાં ધરખમ વધારો નોંધાશે. અને મોંઘવારીનો માર જનતા પર પડશે. ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર ભારત પર દેખાવા લાગી છે. દિલ્હીમાં વેપારીઓ પરેશાન જોવા મળી રહ્યા છે. તેમની સ્થિતિ ખરાબ થઇ રહી છે.


ડ્રાયફ્રુટની કિંમતમાં સતત વધારો

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ સતત ચાલી જ રહ્યુ છે. તે રોકાઇ શકે તેવા કોઇ એંધાણ દેખાઇ રહ્યા નથી. પરંતુ આ યુદ્ધના કારણે દિલ્હી-એનસીઆરમાં વેપારી પ્રજા દુઃખી છે. તેમના હાલ બેહાલ થતા દેખાઇ રહ્યા છે. જેની અસર સામાન્ય જનતાના બજેટ પર પડી શકે છે. કારણ કે સુકામેવાના ભાવ આસમાને પહોંચશે. અને મોંઘવારી વધશે. સામાન્ય જનતા આ ડ્રાયફ્રુટ ખરીદી શકે તેવી કિંમત નહી હોય. કારણ કે કિંમતમાં હવે સતત વધારો થઇ રહ્યો છે.

ગ્રાહકોને મોંઘવારીનો માર

દિલ્હીમાં એશિયાના સૌથી મોટા માર્કેટ છે. સૂકામેવા માટે ખારી બાવલી બજાર સૌથી સસ્તા ડ્રાયફ્રુટ માર્કેટ તરીકે જાણીતા છે. અહીં દેશભરમાંથી લોકો ખરીદી કરવા માટે આવે છે. પરંતુ ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ જ્યારથી શરુ થયુ છે. ત્યારથી અહીંના વેપારી જણાવી રહ્યા છે કે, સૂકામેવાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. મમરા બદામ જે અગાઉ 2 હજાર રૂપિયા કિલો હતી. જે આજે 2400 રૂપિયે કિલો વેંચાઇ રહી છે. ઇરાની પિસ્તા 1400 રુપિયાથી વધીને 1700 રુપિયા સુધી પહોંચ્યો છે. ગ્રાહકોની ખરીદીમાં 300થી 400 રુપિયાનો તફાવત જોવા મળી રહ્યો છે. 

  • Follow us on: