સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બરથી વધારીને 16 સપ્ટેમ્બર (ITR Filing Date Extended) કરી છે. છેલ્લા દિવસોમાં રિટર્ન ફાઇલ કરવામાં આવી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇન્કમ ટેક્સ વિભાગે આપી માહિતી
ઇન્કમ ટેક્સ વિભાગે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા જણાવ્યું કે ટેક્સપેયર ધ્યાન આપે. વર્ષ 2025-26 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ હતી. જે વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ દ્વારા હવે આઇટી રિટર્ન ભરવાની તારીખ 15 સપ્ટેમ્બરથી વધારીને 16 સપ્ટેમ્બર કરવામાં આવી છે.
ક્યા સમયે ભરી શકશો આઇટી રિટર્ન ?
ઈ-ફાઇલિંગ પોર્ટલ 16 સપ્ટેમ્બરે સવારે 12 કલાકથી 2.30 કલાક સુધી જાળવણી મોડમાં રહેશે. આ નિર્ણય 15 સપ્ટેમ્બરના રોજ અંતિમ તારીખ પૂરી થાય તેના થોડા મિનિટ પહેલા લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઘણા કરદાતાઓએ કહ્યું હતું કે ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે છેલ્લી ઘડીના પોર્ટલ પર ટ્રાફિક વધી જતા ટેક્નિકલ એરરનો સામનો કરી રહ્યા હતા.
કેમ લંબાવી તારીખ ?
કર નિષ્ણાતો કહે છે કે આવકવેરા વિભાગની સાઇટ પરથી AIS/TIS અને 26AS ખૂબ જ મુશ્કેલીથી ડાઉનલોડ કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં 15 સપ્ટેમ્બરની ITR સમયમર્યાદા સુધીમાં બધા રિટર્ન મોકલવાનું શક્ય બનશે નહીં. આ રિટર્ન પૂર્ણ કર્યા પછી ઓડિટ કાર્ય શરૂ થશે, તેથી ઓડિટ તારીખ, જે હાલમાં 30 સપ્ટેમ્બર છે, તેને પણ 30 નવેમ્બર સુધી લંબાવવી જોઈએ.
કેટલા લોકોએ ભર્યો આવકવેરો ?
15 સપ્ટેમ્બર 2025 સુધી 7.3 કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા છે, જે ગયા વર્ષે 7.28 કરોડથી વધુ છે. આને ધ્યાનમાં રાખીને, આવકવેરા વિભાગે કરદાતાઓ અને વ્યાવસાયિકોનો આભાર માન્યો છે. ITR ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે છેલ્લી તારીખ એક દિવસ લંબાવીને 16 સપ્ટેમ્બર 2025 કરવામાં આવી છે.









