આવકવેરા ખાતામાં નવા ફેરફાર થવાના સંકેત આપતું ન્યુ ઇન્કમ ટેક્ષ બિલ આજે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે લોકસભામાં રજૂ કર્યું હતું. માત્ર 4 મિનીટમાં જ લોકસભામાં આ બિલને પાસ કરી દેવાયું હતું. આ સંશોધન બિલ સંસદીય પસંદગી સમિતીની મોટાભાગની ભલામણોને સ્વીકાર કરે છે અને જુના 1961ના આવકવેરા કાનૂનને બદલવાનો તે આધાર બનશે. લોકસભામાં આ બિલ પાસ થઇ ગયું છે.
12 લાખ સુધી વાર્ષીક આવક પર ટેક્સ પર અપાયેલી છુટછાટને યથાવત રખાઇ
સરકારે 13 ફેબ્રુઆરીએ રજૂ કરેલા નવા ઇન્કમટેક્ષ બિલ 2025ને પાછું ખેંચ્યું હતું અને નવો મુસદ્દો 11 ઓગષ્ટે લોકસભામાં રજૂ કરાયો હતો. જેમાં રજૂ કરાયેલા તમામ સુચનો એક જ દસ્તાવેજમાં રખાયા છે. રાહતની વાત એ છે કે 12 લાખ સુધી વાર્ષીક આવક પર ટેક્સ પર અપાયેલી છુટછાટને યથાવત રખાઇ છે
જૂનું બિલ ભ્રમથી બચાવવા માટે જ પાછું ખેંચાયું
નિર્મલા સિતારમણે સંસદમાં કહ્યું કે અમને એવી ભલામણો મળી છે જેને કાનૂની અર્થ આપવા માટે સામેલ કરવી જરુરી છે અને તેમાં ડ્રાફ્ટીંગની ખામી, શબ્દો, આવશ્યક બદલાવ તથા ક્રોસ રેફરેસીંગ જેવા સુધારા કરાયા છે. તેમણે કહ્યું કે જૂનુ બિલ ભ્રમથી બચાવવા માટે જ પાછું ખેંચાયું હતું. નવો ડ્રાફ્ટ હવે 1961 કાયદાને બદલવાનો આધાર બનશે
આ ભલામણો મુખ્ય
મુખ્ય ભલામણમાં કલમ 21 મુજબ સંપત્તીના વાર્ષીક મુલ્યમાં ઇન નોર્મલ કોર્સ શબ્દ હટાવી ખાલી પડેલી સંપત્તીનું વાસ્તવીક ભાડુ અને સંભવીત ભાડાની તુલના સ્પષ્ટ કરાઇ છે તો કલમ 22 હાઉસ પ્રોપર્ટીમાં આવકમાંથી કાપમાં 30 ટકા કાપ નગરપાલિકાનો ટેક્સ બચાવી લાગુ કરવી , કલમ 19 પગાર કાપમાં કમ્યુટેડ પેંશન કાપની અનુમતી આપવી જે કર્મચારી નથી પણ પેંશન ફંડથી પેંશન મેળવે છે. ઉપરાંત કલમ 20 વ્યાવસાયીક સંપત્તીમાં એવા શબ્દો બદલવા જેમાં અસ્થાયી ખાલી પડેલી સંપત્તીને હાઉસ પ્રોપર્ટી આવકના રુપમાં ટેક્સ કરવામાં ના આવે