ભારતે ખાસ પ્રકારના રોક સોલ્ટ 'હિમાલયન પિંક સોલ્ટ' ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ, પાકિસ્તાનના સ્થાનિક વેપારીઓ હવે નવા બજારો શોધવા લાગ્યા છે. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના વ્યાપારિક સંબંધો સંપૂર્ણપણે તોડી નાખ્યા છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.

પાકિસ્તાન આ ખાસ પ્રકારના રોક સોલ્ટને દુનિયાના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસમાંથી એક છે. પંજાબમાં સિથ્ત ખેવડાંમાં પાકિસ્તાનની સૌથી મોટી રોક સોલ્ટની ખદાણ છે જેમાં 30 પ્રોસેસિંગ યૂનિટ છે. પાકિસ્તાને વર્ષ 2024માં કુલ 3,50,000 ટન રોક સોલ્ટનો નિકાસ કર્યો હતો. જેની અંદાજિત કિંમત 12 કરોડ ડોલર છે.

આતંકી હુમલા પછી પાકિસ્તાન સાથે તોડ્યા દરેક સંબંધ

પહલગામ આતંકી હુમલા બાદ વ્યાપાર પ્રતિબંધમાં રોક સોલ્ટના નિર્યાતકોને ઝટકો લાગ્યો છે, જેની ભારતમાં વધારે માગ છે. ભારત પાકિસ્તાન પાસેથી રોક સોલ્ટ માટેનો સૌથી મોટો આયાતકાર રહ્યો છે. પ્રતિબંધનો મતલબ એ છે કે હવે તે દેશ પાસેથી કઈ નિર્યાત નહીં કરવામાં આવે.

મંસૂરે દાવો કર્યો, ઘણા વર્ષોતી ભારતીય આયાતકાર પાકિસ્તાન પાસેથી રોક સોલ્ટનું આયાત કરતા હતા અને પછી તેના પ્રોસેસિંગ અને પૈકિંગ કરીને ઊંચી કિંમતમાં ભારતીય ઉત્પાદનના સ્વરૂપથી અન્ય દેશમાં વેચાણ કરતા હતા. તેણે કહ્યું કે, ભારત પાકિસ્તાન અને ચીન ત્રણે નિર્યાતકોમાં સામેલ છે. પરંતુ પાકિસ્તાન જ હિમાલયી રોક સોલ્ટનું ઉત્પાદન કરે છે, ભારત અને ચીન નહીં.

પાકિસ્તાનીઓ જુઠ્ઠું બોલવામાં છે ઉત્સાદ

પાકિસ્તાનના નિકાસકારો આ પ્રતિબંધથી ચિંતિત નથી કારણ કે તેમને તો હજુ આશાનું કિરણ દેખાય છે. પાકિસ્તાનના સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (SMAP) ના વડા સાયમા અખ્તરે કહ્યું હતું કે પાકિસ્તાનના રોક સોલ્ટની દુનિયાના સ્તરે પહેલેથી જ ખૂબ માગ છે કારણ કે તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.

તેમણે કહ્યું, જ્યારે અમે ભારતમાં તેની નિકાસ કરતા હતા, ત્યારે ભારતીય છૂટક બજારમાં મીઠું 45 થી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાતું હતું. હવે તે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. ઇત્તેફાક કંપનીઓ જે રોક સોલ્ટના અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર છે, તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) શહઝાદ જાવેદે જણાવ્યું હતું કે 2025 ના પ્રથમ ત્રિમાસિક સમયમાં પાકિસ્તાન દ્વારા ચીનમાં રોક સોલ્ટની નિકાસમાં વધારો થયો છે.

હવે તેઓ ગલી-ગલી સુધી ગ્રાહકો શોધી રહ્યા છે

જાવેદે જણાવ્યું હતું કે માર્ચ ક્વાર્ટરમાં ચીનમાં 18.3 લાખ ડોલરના લગભગ 136.4 કરોડ કિલો મીઠાની નિકાસ કરવામાં આવી હતી, જે 2024 ના સમાન સમયગાળા કરતા 40 ટકા વધુ છે. તેમણે કહ્યું કે, અમે હવે અમેરિકા, વિયેતનામ, ચીન, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, તુર્કી, નેધરલેન્ડ, ઇટાલી, બ્રિટન, જર્મની, બ્રાઝિલ, સંયુક્ત અરબ અમીરાત, જાપાન, સિંગાપોર, ચિલી, દક્ષિણ આફ્રિકા, રશિયામાં નિકાસ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ બધા રોક સોલ્ટના મુખ્ય આયાતકાર છે.