કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવે તે રીતે પેટ્રોલના નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધારીને 1.50 પ્રતિ લિટર કરી દીધો છે.સરકારે ડીઝલની નિકાસ પર પણ શુલ્કમાં 1નો વધારો કરીને તેને 25 પ્રતિ લિટર કર્યો છે.આ ફેરફારો બાદ આજે બુધવાર 2 સપ્ટેમ્બરે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે.દિલ્હીમાં આજે 2 સપ્ટેમ્બરે 1 લિટર ઇથેનોલ વગરના પેટ્રોલની કિંમત 167.35 પ્રતિ લિટર છે.જ્યારે E5 પેટ્રોલનો ભાવ 109.24 અને E20 પેટ્રોલનો ભાવ ₹102.12 પ્રતિ લિટર નોંધાયો છે.
નવી દર જોગવાઈ માત્ર વિદેશી નિકાસ પર જ લાગુ થશે
બંને ઈંધણના સામાન્ય ભાવમાં કોઈ જ ફેરફાર થયો નથી કારણ કે વિન્ડફોલ ટેક્સ માત્ર નિકાસ પર લાગુ કરવામાં આવે છે.આ ટેક્સ વધારાની ઘરેલુ વેચાણ કે સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર કોઈ જ માઠી અસર પડશે નહીં.સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશની અંદર વપરાશમાં લેવાતા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીના વર્તમાન દરો યથાવત રાખવામાં આવ્યા છે.તેથી આ નવી દર જોગવાઈ માત્ર વિદેશી નિકાસ પર જ લાગુ થશે.અગાઉ 15 ઓગસ્ટની સમીક્ષા દરમિયાન પેટ્રોલના નિકાસ પરનો આ ટેક્સ શૂન્ય કરી દેવાયો હતો.
